ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુશાંત સિંહ રાજપૂત કેસ: રિયા ચક્રવર્તી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં, જામીન અરજી નામંજૂર

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને 85 થી વધુ દિવસ થઇ ગયા છે. NCB 19 દિવસથી આ કેસની તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન આ કેસમાં ડ્રગ એંગલ પણ બહાર આવ્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ (NCB) આજે ​​સતત ત્રીજા દિવસે ડ્રગના કેસમાં રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી. જે બાદ NCB આજે મંગળવારે ​​રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે. જે બાદ NCBએ કોર્ટે પાસે રિયા ચક્રવર્તીની 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીની માગ કરી હતી. જે કોર્ટે માન્ય રાખી છે. જો કે, રિયાની જામીન માટે કરેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.

NCB
NCB

By

Published : Sep 8, 2020, 4:26 PM IST

Updated : Sep 9, 2020, 8:33 AM IST

મુંબઈ: સુશાંતની આત્મહત્યા મામલે દેશની ત્રણ ટોચની એજન્સીઓ તપાસ કરી રહી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અલગ-અલગ પાસાઓની તપાસ કરી રહ્યા છે. જ્યારે NCB એ ડ્રગના એંગલ પર તપાસ કરી રહી છે. NCBએ બે દિવસમાં રિયાની 14 કલાક પૂછપરછ થઈ હતી. આજે 3જા દિવસે NCBએ ​​રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે. પહેલાતેની મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હતો.

રિયાને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવી હતી. કોર્ટે રિયા ચક્રવર્તીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે. NCBએ કોર્ટ પાસે રિયાની 14 દિવસ માટે ન્યાયિક કસ્ડટી માગી હતી, જે કોર્ટે માન્ય રાખી છે. જે કારણે 22 સપ્ટેમ્બર સુધી રિયાને જેલમાં જ રહેવું પડશે. રિયાએ જામીન અરજી પણ કરી હતી, જે કોર્ટે નામંજૂર કરી છે. રિયાના વકીલ સતીશ માનશિન્દેએ રિયાના જામીન માટે અરજી કરી હતી.

છેલ્લા બે દિવસમાં NCB લગભગ 14 કલાક સુધી રિયાની પૂછપરછ કરી છે. આ કેસમાં NCBએ રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તી અને અન્યની પણ કસ્ટડી લીધી છે.

સુશાંતની બહેન શ્વેતાએ ટ્વીટ કરીને કહ્યું, ભગવાન અમારી સાથે છે

સુશાંતની બહેન સામે કેસ

સોમવારે એક મહત્વપૂર્ણ ઘટનામાં રિયાએ સુશાંતની બહેન પ્રિયંકા સામે ફરિયાદ નોંધાવી હતી. રિયાએ બનાવટી, NDPS એક્ટ અને ટેલી મેડિસિન પ્રેક્ટિસ ગાઇડલાઇન્સ 2020 હેઠળ કેસ દાખલ કર્યો છે. આ ઉપરાંત રિયાએ રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટર તરુણ કુમાર સામે પણ ફરિયાદ નોંધાવી છે.

રિયાના વકીલ સતિષ માનશિંદે આ અંગે માહિતી આપી છે. રિયાએ બનાવટી, NDPS એક્ટ અને ટેલી મેડિસિન પ્રેક્ટિસ ગાઇડલાઇન્સ 2020 સામે કેસ દાખલ કર્યો છે.

આ અંગે સુશાંતના પરિવારના વકીલ વિકાસસિંહે કહ્યું હતું કે અભિનેત્રી રિયા ચક્રવર્તીએ મુંબઇ પોલીસને કરેલી ફરિયાદ સીબીઆઈ તપાસને ભટકાવવા અને આ કેસમાં રાજ્ય પોલીસની ભૂમિકા જાળવી રાખવાની ચાલ છે.

ડ્રગ કેસમાં અનેેકની ધરપકડ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ અનુજ કેસવાનીની ડ્રગ પેડલિંગના આરોપમાં ધરપકડ કરી હતી. કૈઝેન ઇબ્રાહિમની પૂછપરછ દરમિયાન તેનું નામ સામે આવ્યું છે. ડ્રગ કેસમાં ઝડપાયેલા ઝૈદ વિલત્રા અને અબ્દુલ બાસિતની અરજીને મુંબઈ સેશન્સ કોર્ટે 9 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે.

ઉલ્લેખનીય છે કે રિયાએ રવિવારે NCB ટીમ તરફથી સમન મેળવ્યા બાદ પ્રથમ વખત નાર્કોટિક્સ બ્યુરોના અધિકારીઓ સમક્ષ હાજર થઇ હતો. તે રવિવારે બપોરે 12 વાગ્યે હાજર થઈ હતી, જ્યાં તેની પૂછપરછ લગભગ છ કલાક સુધી કરવામાં આવી હતી. છેલ્લાં બે દિવસમાં રિયાની 14 કલાક પૂછપરછ થઈ હતી. ડ્રગ્સ કેસમાં રિયાનો ભાઈ શોવિક પહેલેથી જ NCBની કસ્ટડીમાં છે.

Last Updated : Sep 9, 2020, 8:33 AM IST

ABOUT THE AUTHOR

...view details