ગુજરાત

gujarat

હિસ્ટ્રીશીટર વિકાસ દુબે પર ઇનામની રકમ 50 હજારથી વધારીને 1 લાખ કરવામાં આવી

By

Published : Jul 5, 2020, 1:44 PM IST

કાનપુરમાં પોલીસ પર હુમલાના મુખ્ય આરોપી વિકાસ દુબે પર ઈનામની રકમ વધારી દેવામાં આવી છે. જેમાં 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયાની જાહેરાત રકવામાં આવી છે. આ ગુનામાં સામેલ 18 આરોપીઓ પર 25-25 હજારના ઇનામની જાહેરાત કરી છે.

 હિસ્ટ્રીશીટર વિકાસ દુબે પર ઇનામની રકમ 50 હજારથી વધારીને 1 લાખ કરવામાં આવી
હિસ્ટ્રીશીટર વિકાસ દુબે પર ઇનામની રકમ 50 હજારથી વધારીને 1 લાખ કરવામાં આવી

કાનપુર: પોલીસ પર હુમલા કરનાર મુખ્ય આરોપી પર ઈનામની રકમ વધારી દેવામાં આવી છે. હિસ્ટ્રીશીટર વિકાસ દુબે પર ઇનામના રકમ 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. જ્યારે પોલીસે ગુનામાં સામેલ 18 આરોપીઓ પર 25-25 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.

કાનપુરમાં પોલીસના 8 જવાનો શહીદ થયા બાદ કાનપુર રેંજ પોલીસ મહાનિરીક્ષક મોહિત અગ્રવાલે હિસટ્રીશીટર વિકાસ દુબે પર 50 હજારના ઇનામની જાહેરાત કરી હતી, પરંતુ આ ઇનામની રકમ 50 હજારથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.

હિસ્ટ્રીશીટર વિકાસ દુબે પર ઇનામની રકમ 50 હજારથી વધારીને 1 લાખ કરવામાં આવી

કાનપુરમાં 8 પોલીસ જવાનો પર હુમલો કરનાર પર કાનપુર રેન્જના પોલીસ મહાનિરીક્ષક મોહિત અગ્રવાલે ગેંગસ્ટર વિકાસ દુબેને ઝડપી લાવનારને 50 હજારનું ઇનામ જાહેર કર્યું હતું, પરંતુ હવે આ ઈનામની રકમ 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું છે કે, (મોબાઈલ નંબર 9454400211)પર હિસ્ટ્રીશીટર વિકાસ દુબે વિશે કાંઇ પણ માહિતી આપી શકાય છે. તેમજ માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details