કૃષ્ણનગર : પશ્ચિમ બંગાળના 2 જિલ્લા શણની ખેતી માટે જાણીતા છે. અહીં શણ ઉત્પાદન સાથે જોડાયેલા ખેડૂતોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેમની સમસ્યાઓના નિવારણ માટે કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના શણ વિભાગની મારફતે જરૂરી સહાય પણ કરી છે. શણ ઉત્પાદનો અને તેના ઉત્પાદકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કાયદામાં ભલામણ અને સુધારાની જરૂર છે.
પ્લાસ્ટિકનો વધુ એક ઉકેલ : શણના ઉત્પાદનને વેગ, સામગ્રીને આવકાર - SINGLE USE PLASTIC
સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પ્રયત્નશીલ છે. આ પ્રયત્નો વચ્ચે હવે શણ ઉદ્યોગને પણ મજબૂત કરવાની જરૂર છે. કેન્દ્ર સરકારે આ ઉદ્યોગને વિકસાવવાનું વચન આપ્યું છે. સરકારના આશ્વાસન બાદ આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો મૃતપાય બનેલા ઉદ્યોગને સંજીવની મળશે તેમ માની રહ્યાં છે.
![પ્લાસ્ટિકનો વધુ એક ઉકેલ : શણના ઉત્પાદનને વેગ, સામગ્રીને આવકાર Reviving the jute industry with plastic ban](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5901259-thumbnail-3x2-hd.jpg)
આ અહેવાલનો હેતુ શણ ઉત્પાદન માટે પુરતા પ્રમાણમાં પાણી ઉપ્લ્બધ કરાવાનો છે અને તેના થકી મોટા પાયે શણના ઉત્પાદનની અપેક્ષા છે. શણ માટે અનેક જાતના બીજ પણ વિકસિત કરાયા છે. શણ ઉદ્યોગને સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રોત્સાહિત કાર્યો બાદ તેની સાથે જોડાયેલા ખેડૂતોને આશા છે કે શણના ઉત્પાદનોની માગ વધશે. સાથે જ વાવેતરમાં પણ વધારો થશે.
પ્લાસ્ટિક ઉત્પાદનના ક્ષેત્રમાં લાખો કરોડો લોકો જોડાયેલા છે. જેમની રોજગારી છીનવાઈ જવાના ડરથી કેન્દ્ર સરકાર તેને અંકુશમાં લેતા ખચકાટ અનુભવી રહી છે. પરંતુ જો પ્લાસ્ટિકની પેદાશમાં ઘટાડો કરવો હશે, તો શણ જેવા વૈકલ્પિક ઉત્પાદનોને વધારેને વધારે પ્રોત્સાહન આપવું જરૂરી બની રહેશે.