ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નિર્ભયા કેસ: સુપ્રીમ કોર્ટે દોષી અક્ષયની પુનઃવિચાર અરજી ફગાવી - નિર્ભયા કેસ ન્યૂઝ

નવી દિલ્હી: નિર્ભયા કેસમાં 4 ગુનેગારમાંથી એક અક્ષયની પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. ચીફ જસ્ટિસ એસ.એ બોબડેએ આ કેસની સુનાવણીથી પોતાને અલગ રાખ્યા છે. જે બાદ જસ્ટિસ ભાનુમતિની અધ્યક્ષતામાં બેંચ આજે સુનાવણી કરી હતી. ગુનેગાર અક્ષયની અરજી પર સુપ્રીમ કોર્ટ ફગાવી છે.

nirbhaya
નિર્ભયા કેસ

By

Published : Dec 18, 2019, 12:44 PM IST

Updated : Dec 18, 2019, 3:01 PM IST

જસ્ટિસ ભૂષણે કહ્યું કે, ટ્રાયલ બાદ કોઇ કંઇ લખે, જેનો કોઇ મતલબ નથી. ગુનેગાર અક્ષય સિંહના વકીલ નિર્ભયાના મિત્રની જુબાની પર સવાલ ઉઠાવ્યા હતા.

ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ આ કેસની સુનાવણી માટે ત્રણ જજોની અલગ બેંચ બનાવવાનો આદેશ આપ્યો છે.

નિર્ભયા કેસ: ઘટનાના સાત વર્ષ બાદ પણ ન્યાયની રાહ જોઇ રહ્યો છે દેશ

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ દિલ્હીમાં 23 વર્ષીય એક વિદ્યાર્થીની સાથે 2012માં 16 ડિસેમ્બરની એક રાત્રે હેવાનોએ ચાલતી બસમાં સામૂહિક દુષ્કર્મ આર્ચયું હતું. જે બાદ વિદ્યાર્થીનીને રસ્તા પર ફેકી દેવામાં આવી હતી. 29 ડિસેમ્બરે સિંગાપુરના માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં નિર્ભયાનું મોત થયું હતું.

આ કેસમાં એક આરોપી રામ સિંહે તિહાડ જેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. એક અન્ય આરોપી કિશોરને ન્યાય મંડળે ગુનેગાર ગણ્યો હતો. તેને ત્રણ વર્ષ સુધી સુધાર ગૃહમાં રાખ્યા બાદ મુક્ત કરી દેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં 2017માં આ કેસમાં બાકી ચાર ગુનેગારોને કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.

Last Updated : Dec 18, 2019, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details