જો કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જૂનમાં ગ્રાહક ભાવ સૂચકાંકમાં ઘટાડો થયો છે. ગત્ વર્ષે જૂનમાં દેશમાં મોંઘવારી 4.92 ટકા નોંધવામાં આવી છે.
જૂન માસમાં છૂટક ફૂગાવાનો દર વધીને 3.18 ટકાએ પહોંચ્યો - Gujarati news
નવી દિલ્હીઃ ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થતાં જૂન મહિનામાં છૂટક ફૂગાવોનો દર વધીને 3.18 ટકા થઈ ગયો છે. જો કે, મે મહિનામાં છૂટક ફુગાવાનો દર 3.05 નોંધાયો હતો. આ સત્તાવાર આંકડા પ્રમાણે શુક્રવારે બહાર પાડવામાં આવ્યા હતા.
કોન્સેપ્ટ ફોટો
નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ દ્વારા તૈયાર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, ગ્રાહકોનો ખાદ્ય મોંધવારી સૂચકાંક આ મહિના દરમિયાન 2.17 ટકા થઈ ગયો છે, જે મેમાં 1.83 ટકા નોંધવામાં આવ્યો છે.