ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બુરહાન વાનીની ચોથી વર્ષગાંઠ પર ત્રાલમાં પ્રતિબંધ, ઘાટીમાં જન-જીવન સામાન્ય - ઘાટીમાં સામાન્ય જન-જીવન

શ્રીનગરમાં હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર બુરહાન વાનીની ચોથી વર્ષગાંઠ પર તેમના વતન શહેર ત્રાલમાં કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જો કે કોઈ પણ અલાગાવાદી પાર્ટીએ હડતાલ માટે હાકલ કરી નથી. સાવચેતીના રૂપે દુકાનદારોએ દુકાનો બંધ રાખી છે, પરંતુ ઘાટીમાં રસ્તાઓ પર હિલચાલ સરળતાથી શરુ હતી અને જીવન સામાન્ય હતું.

shdcb
hsdv

By

Published : Jul 8, 2020, 5:12 PM IST

શ્રીનગરઃ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં હિઝબુલ આતંકવાદી બુરહાન વાનીની ચોથી વર્ષગાંઠ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, આ પહેલીવાર છે જ્યારે કોઈ પણ અલગાવવાદી નેતાએ હડતાલની હાકલ કરી નથી.

નોંધપાત્ર વાત એ છે કે, 8 જુલાઈ, 2016 ના રોજ, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા બળોના જવાનો દ્વારા બુરહાન વાનીની હત્યા કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષથી કાશ્મીરમાં અલગાવવાદીઓ દ્વારા હડતાલના આહ્વાન પર દુકાનો, ધંધા અને અન્ય વિસ્તારોને બંધ કરવામાં આવતા હતા.

જો કે, સોમવારે વરિષ્ઠ અલગતાવાદી નેતા સૈયદ અલી ગિલાનીના નામે એક ટ્વિટર એકાઉન્ટ પરથી મંગળવાર અને 13 જુલાઈએ હડતાલનું આહ્વાન કરવામાં આવ્યું હતું.

આ પહેલીવાર છે કે જ્યારે સ્થાનિક પોલીસે આ અલગવવાદી નિવેદનને નકારી દીધું છે. સોશિયલ મીડિયા પર નિવેદન પ્રસારિત કરનાર વ્યક્તિ સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

પ્રશાસને દક્ષિણ કાશ્મીરના ચાર જિલ્લાઓ - પુલવામા, અનંતનાગ, શોપિયન અને કુલગામમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે, જ્યારે બુરહાનનું વતન ત્રાલ બંધ કરાયું છે.

કોરોના વાઇરસ લોકડાઉન શેડ્યૂલ મુજબ, શ્રીનગર અને અન્ય શહેરોમાં દુકાનો અને વાહનો કાર્યરત છે.

ABOUT THE AUTHOR

...view details