નવી દિલ્હી : મધ્ય પ્રદેશના રાજકારણમાં થયેલી ભુંચાલ હાલમાં મહત્વનો મુદ્દો છે. જેમાં કમલનાથ સરકારના 6 પ્રધાનો સહિત 17 ધારાસભ્યો બેગ્લુરૂની હોટેલમાં રોકાયા છે. જોવામાં આવે તો ભારતીય રાજકારણમાં આવી ઘટના કોઇ સૌ પ્રથમ વાર નથી બની. આ પહેલા કેટલીકવાર ભારતના લોકો આવી રિસોર્ટની રાજનીતી જોઇ ચુક્યા છે.
મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશના રાજકારણમાં જો હાલની વાત કરવામાં આવે તો ગરમા ગરમી ચાલી રહી છે. કમલનાથ સરકાર પર રિસોર્ટ રાજકારણનો ખતરો મંડરાઇ રહ્યો છે.
કોંગ્રેસના 6 પ્રધાનો સહિત 17 ધારાસભ્યો બેગ્લુરૂના રિસોર્ટમાં રોકાયા છે. જો તેમાંથી 10 ધારાસભ્યો પણ ભાજપનો સાથ આપે તો દેશના લોકોને ફરી એકવાર રિસોર્ટ રાજનીતિમાં સફળતા જોવા મળશે.
હરિયાણા
સૌ પ્રથમ વખત રિસોર્ટ રાજકારણનો ઉપયોગ 1982માં થયો હતો. જ્યારે કોંગ્રેસને કોઇ પક્ષ તરફથી પડકાર મળ્યો હતો. પુરતી બેઠક હોવા છતા ગવર્નરે આઇએનએલડી-ભાજપ ગઠબંધનને નજરઅંદાજ કરી કોંગ્રેસને સરકાર બનવવા આમંત્રણ પાઠવ્યું હતું, ત્યારબાદ આઇએનએલડી પ્રમુખ દેવીલાલે ભાજપ અને આઇએનએલડી ધારાસભ્યોને નવી દિલ્હીની એક હોટલમાં શીફ્ટ કર્યા હતાં.
કર્ણાટક
હરિયાણા સિવાય કર્ણાટકમાં પણ રિસોર્ટ રાજનીતિ જોવા મળી હતી. કર્ણાટકમાં સૌથી પહેલા 1983માં હેગડેએ પોતાની સરકાર બચાવવા રિસોર્ટ રાજકારણનો સહારો લીધો હતો. તે જ રીતે 2004, 2006, 2008, 2009, 2011, 2012, 2017 અને 2019માં કર્ણાટકમાં રિસોર્ટ રાજકારણ જોવા મળ્યુ હતું
આંધ્ર પ્રદેશ
આંધ્ર પ્રદેશમાં 1984 અને 1995માં રિસોર્ટ રાજકારણ જોવા મળ્યુ હતું.