રોષે ભરાયેલા સોસાયટીના લોકોએ શમશાબાદમાં કોલોનીના ગેટને બંધ કરીને તાળુ લગાવી દીધું હતું. તેમજ 'નો મીડિયા, નો પોલીસ, નો આઉટસાઈડર્સ- કોઈ સહાનુભૂતિની જરુર નથી ફક્ત કાર્યવાહી અને ન્યાયની માગણી કરી હતી'
ઘટનાની આલોચના કરતા એક મહિલાએ મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ગુરુવારે ઘટેલી ઘટના પર અત્યાર સુધી શા માટે તેઓએ પ્રતિક્રિયા આપી નથી. પોલીસે જણાવ્યું કે, તેમણે ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને ચારેયે તેમના ગુનાને પણ કબુલી લીધો છે. શા માટે મુખ્યપ્રધાન આ બાબતે ઝડપી પગલા લઈ રહ્યા નથી..?
રોષે ભરાયેલા લોકોએ પ્રશ્ર કર્યા કે, જેવું તે નરાધમોએ તે છોકરી સાથે કર્યું છે તેવું જ તે આરોપીઓ સાથે શા માટે નથી કરવામાં આવતું...? તો બીજી અન્ય મહિલાએ પણ રોષ ઠાલવતા કહ્યું કે, ઘટનાને પગલે વડાપ્રધાન મોદીએ શા માટે અત્યાર સુધી ટ્વિટ નથી કર્યું.
જનતાનો આક્રોશ, 'સહાનુભૂતિ નહિં ન્યાય જોઈએ...' રહેવાસીઓ દ્વારા ભૂતપૂર્વ CPI(M) ધારાસભ્ય જે.રંગા રેડ્ડી અને તેમના પક્ષના કાર્યકરોને પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું, તેમણે જણાવ્યું કે, તે અને તેમના સાથીઓ સોસાયટીમાં થોડા સમય માટે રહીને પરિવારને સાંત્વના આપી હતી.
તેમણે માગ કરી કે, મુખ્યપ્રધાન મહિલાઓ વિરુદ્ધના ગુનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા ઝડપી પગલા લેવાય તે માટેના ત્વરિત નિર્ણય લે. ગુરુવારના રોજ બનેલી દુ:ખદ ઘટના માટે કેટલાક રાજનેતાઓ અને કેટલાક ફિલ્મ કલાકારો સહિતના લોકોએ પીડિત પરિવારના સભ્યો પ્રત્યે સાંત્વના પાઠવી હતી તેમજ ન્યાય માટેની માગણી કરી હતી.