નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિએ ગણતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રના નામે કરેલા સંબોધનમાં કહ્યું કે, ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO)ની ઉપલબ્ધિઓ પર ગર્વ છે. ઈસરો મિશન ગગનયાનમાં પ્રગતિ કરી રહ્યું છે અને ભારત ઉત્સાહ સાથે તેની માટે તત્પર છે. તેમણે કહ્યુ, બંધારણ નાગરિકોને અધિકાર આપે છે.
71માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું દેશને નામ સંબોધન - ram-nath-kovind addressing nation
71માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રના નામ સંબોધન કર્યુ હતું. તેમણે કહ્યું કે, વિધાનસભા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા, એક રાજ્યના ત્રણ અંગ છે. પરંતુ હકીકતમાં તો લોકો જ રાજ્યનું નિર્માણ કરે છે.
resident-ram-nath-kovind-on-the-eve-of-republic-day
રાષ્ટ્રપતિના સંબોધનના મુખ્ય અંશ
- GSTથી એક દેશ એક બજારને ફાયદો મળશે.
- આપણા દેશના તમામ બાળકોને શિક્ષાનો અધિકાર છે.
- દેશના નિર્માણ માટે ગાંધીજીના સિદ્ધાંત જરૂરી છે.
- આપણે દેશના ભવિષ્યનું વિચારવું જોઈએ.
- ટોક્યોમાં યોજાનારા ઓલંપિકમાં ભારત સારૂ પ્રદર્શન કરે તેવી આશા.
- કૃષિ યોજનાઓથી ખેડૂતોની આવક નક્કી થઈ.
- આયુષ્યમાન ભારત વિશ્વની સૌથી મોટી યોજના.
- આ દશકો આપણો થઈ શકે છે.
- દેશની સેનાઓ, અર્ધસૈનિક બળો અને આંતરિક સુરક્ષાબળોની હું પ્રશંસા કરુ છુ.
- દેશની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવામાં સેનાનું યોગદાન.
- દેશના વિકાસ માટે સુદ્દઢ આંતરિક સુરક્ષા વ્યવસ્થા જરૂરી.
- જળ-જીવન મિશન પણ સ્વચ્છ ભારત અભિયાનની જેમ એક જળ આંદોલન બનશે.
- 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના'ની ઉપલબ્ધિઓ ગર્વને પાત્ર