જયપુર (રાજસ્થાન): રાજધાની જયપુરમાં મંગળવારે દારૂનું વેચાણ શરૂ થતાંની અસર પણ જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, રેસિડેન્ટ ડૉક્ટરનો નશામાં ધુત હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. રેસિડેન્ટ ડૉક્ટરે જયપુરિની હોસ્પિટલમાં પાણીની ટાંકી પર ચઢીને હોબાળો મચાવ્યો હતો, તે નશામાં ડૉક્ટરનું નામ રવિન્દ્ર સિંહ હોવાનું કહેવાઈ રહ્યું છે, જે જયપુરિયા હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો.
જયપુરિયા હોસ્પિટલમાં ચોકીના કોન્સ્ટેબલ મુકેશ મીનાએ નિવાસી તબીબને પાણીની ટાંકી પર દારૂની બોટલ સાથે બેઠેલો જોયો હતો. આ મામલે કોન્સ્ટેબલ મુકેશ મીનાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને માહિતી આપી હતી. જે બાદ અનેક પોલીસ અધિકારીઓ અને સિવિલ ડિફેન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ અને સિવિલ ડિફેન્સની ટીમે ડૉક્ટરને નીચે આવવાની અપીલ કરી હતી, પરંતુ ડોક્ટર ટાંકીમાંથી નીચે આવ્યો ન હતો.