ગુજરાત

gujarat

ETV Bharat / bharat

RBI ગર્વનર શક્તિકાંત દાસ આજે 10 વાગ્યે કરશે સંબોધન - રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ન્યૂઝ

બેન્કિંગ સેવાની કેટલીક માહિતી આપવા સહિત જાણકારી આપવા માટે રિઝર્વ બેન્કના ગર્વનર શક્તિકાંતદાસ આજે 10 કલાકે સંબોધન કરશે.

RBI ગર્વનર
RBI ગર્વનર

By

Published : Apr 17, 2020, 8:55 AM IST

નવી દિલ્હીઃ લૉકડાઉનના કારણે દેશનું અર્થતંત્ર થંભી ગયું છે, ત્યારે દેશ આર્થિક વ્યવ્હારો પર તેની ગંભીર અસર વર્તાવવાની ભીતિ સર્જાઈ છે. લોકો પોતાની આર્થિક સ્થિતિને લઈને પણ ઘણા ચિંતિત છે, ત્યારે બેન્કિંગ સેવાની કેટલીક માહિતી આપવા સહિત જાણકારી આપવા માટે રિઝર્વ બેન્કના ગર્વનર શક્તિકાંત દાસ આજે 10 કલાકે સંબોધન કરશે.

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતદાસ 17 એપ્રિલના રોજ સવારે 10 કલાકે મીડિયાને સંબોધન કરશે.

નોંધનીય છે કે, ગર્વનરની આ બીજીવારની પ્રેસ કોન્ફરન્સ છે. જેનો હેતુ કોવિડ -19 રોગચાળા દ્વારા ઉદ્ભવેલી આર્થિક પડતીને દૂર કરવનો છે.

મીડિયાને આપેલા અગાઉના સંબોધનમાં દાસે 75 બેઝિસ પોઇન્ટ રેપો રેટ ઘટાડા સહિતના અનેક પગલાઓની જાહેરાત કરી હતી. જેનાથી બેન્કો અને ગ્રાહકો સહિત અન્ય લોકોએ ત્રણ મહિના માટે ઇએમઆઈની ચુકવણી મોકૂફ કરી દીધી હતી.

અંદાજીત દાયકાઓથી ઓછી GDP વૃદ્ધિ અને ત.3 મે સુધી લૉકડાઉના વધારેલા સમયને ધ્યાનમાં રાખીને, RBI બજારમાં ધિરાણની ઉપલબ્ધતાને આગળ વધારવાના પગલાંની જાહેરાત કરે તેવી સંભાવના છે.

ABOUT THE AUTHOR

...view details