ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Covid 19: USમાં કોરોના દર્દીઓની સારવાર માટે સંશોધનકારો વિકસાવી રહ્યા છે એન્ટિબૉડી - કોરોના વાઇરસ લેટેસ્ટ ન્યૂઝ

આઇકન સ્કુલ ઓફ મેડિસીનના સંશોધનકારોએ કોવિડ 19 એન્ટિબૉડી વિકસાવવા માટે જેનસ્ક્રિપ્ટ સાથે જોડાયા છે. જે વાઇરસને માનવ ફેંફસાના કોષોમાં પ્રવેશતા અટકાવવાની વૃતિ ધરાવે છે.

Etv Bharat, Gujarati News, Covid 19
Researchers in US developing antibody to treat COVID-19 patients

By

Published : Apr 28, 2020, 11:27 AM IST

ન્યૂ યોર્કઃ માઉન્ટ સિનાઇમાં આવેલી આઇકાન સ્કુલ ઓફ મેડિસિનના સંશોધકોની ટીમે જેનસ્ક્રિપ્ટ સાથે જોડાયા છે અને તેના સહયોગથી SARS-CoV-2 માટે કૃત્રિમ એન્ટીબૉડી વિકસીત કરી રહ્યા છે. જે વાઇરસ કોવિડ 19નું કારણ છે.

એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, એન્ટિબૉડી કે જે, કોવિડ 19 માટે સંભવિત સારવાર વિકલ્પ તરીકે જોઇ શકાય છે. તે વાઇરસને માનવ ફેંફસાના કોષોમાં પ્રવેશતા અટકાવવા બનાવાયેલા છે.

એન્ટીબૉડીનો હેતુ વાઇરસના પ્રારંભિક જોડાણ અને માનવ કોષમાં પ્રવેશ અટકાવવાનું છે. તે પછી વાઇરસને અતિરિક્ત કોષોને ચેપ લગાડવાથી રોકવા તેને કોરોના વાઇરસના દર્દીઓને આપવામાં આવે છે.

આ ઉપચાર એ જ છે, જેવું વિશ્વ વ્યાપી ડૉકટરો પહેલેથી જ કોવિડ 19થી બચેલા લોકો પાસેથી પ્રાકૃતિક એન્ટિબૉડીઝની મદદથી કોન્વેલેસન્ટ પ્લાઝમાં થેરેપીના રુપમાં અનુસરે છે.

આ પ્રયાસોનું નેતૃત્વ કરી રહેલા ડૉ. ઝૈદીને જણાવ્યું કે, એવું જોવા મળી રહ્યું છે કે, કોન્વેલેસેન્ટ પ્લાઝમાં આ નોવલ કોરોના વાઇરસમાં સંભવિતતા દર્શાવે છે, તો લક્ષ્ય એન્ટિબૉડી બનાવીને માંદા દર્દીઓમાં સારવાર માટે સમાન વ્યુહરચા અપનાવી જોઇએ. જેની અમને આશા છે કે, તે કોવિડ 19ને અવરોધવાને ક્ષમતા ધરાવે છે. એન્ટિબૉડી વિકાસ સાથેનો અનુભવ હોવાને કારણે મારી લેબને જેનસ્ક્રિપ્ટ ઉદાર સમર્થન સાથે આ કાર્ય શરુ કરાયું છે.

આ ઉપરાંત ઝૈદી કહે છે કે, માનવ પરીક્ષણો માટે લક્ષિત એન્ટિબૉડી વિકસાવવા માટે જરુરી સમય મર્યાદા રજૂ કરવી મુશ્કેલ હોવા છતાં ટીમ આગામી 12 માસની અંદર તે હાંસલ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

ABOUT THE AUTHOR

...view details