ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હજુ તો સરકારના ઠેકાણા નથી ત્યાં આ નેતાએ પ્રધાનપદની કરી માગણી ! - maharashtra political twist

પટના: મહારાષ્ટ્રમાં સરકાર રચવાના ઘણા વિવાદ વચ્ચે આખરે ભાજપે સરકાર બનાવી લીધી છે. પરંતુ આ સરકાર માટે વિશ્વાસમત સાબિત કરવો લોઢાના ચણાં ચાવવા જેટલું અઘરુ છે. સરકારની અસ્થિરતા વચ્ચે રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ તેમની પાર્ટી માટે પ્રધાનપદની માગણી કરી છે.

રિપબ્લિકન પાર્ટીને પણ મળે મહારાષ્ટ્રની સરકારમાં પ્રધાનપદ: રામદાસ આઠવલે

By

Published : Nov 24, 2019, 12:06 PM IST

દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન પદના શપથ લીધા પછી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ તેમને અભિનંદન આપતાં કહ્યું કે, 'અમારી પાર્ટીને પણ મહારાષ્ટ્રમાં કેબિનેટ પ્રધાનનો દરજ્જો મળવો જોઈએ. પટના પહોંચેલા રિપબ્લિકન પાર્ટીના અધ્યક્ષ રામદાસ અઠાવલેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ઘણા રાજકીય વિવાદો અને ઉથલપાથલ વચ્ચે ભાજપે એનસીપી સાથે સરકાર બનાવી છે, ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે આ રીતે વહેલી સવારે રાજ્યપાલ દ્વારા મુખ્યપ્રધાનને શપથ લેવડાવવામાં આવ્યા હોય.'

તેમણે ઉમેર્યુ હતું કે, 'જ્યારે પટના આવતા હતા ત્યારે વિમાનમાં આ માહિતી મળી. શિવસેનાની ભાજપ સાથે સરકાર બનાવવાની ફરજ હતી પરંતુ તેમણે આમ ન કર્યુ. અને તેઓ સતત મુખ્યપ્રધાનપદ મળે તે માટે દબાણ કરી રહ્યા હતા. પરંતુ ભાજપ શિવસેનાને મુખ્યપ્રધાન પદ આપવા તૈયાર નહોતું. અમને લાગ્યું કે શિવસેના,એનસીપી અને કોંગ્રેસ સરકાર બનાવશે, પરંતુ ભાજપે એવી રમત રમી કે શિવસેના તેમાં પાછળ રહી ગઈ અને સવારે ભાજપે એનસીપી સાથે સરકાર બનાવી."

રિપબ્લિકન પાર્ટીને પણ મળે મહારાષ્ટ્રની સરકારમાં પ્રધાનપદ: રામદાસ આઠવલે

કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ એમ પણ જણાવ્યું છે કે,'ફડણવીસની સરકાર બહુમત સાબિત કરવામાં સફળ થશે, શિવસેનાના કેટલાક ધારાસભ્યો ભવિષ્યમાં શિવસેનામાંથી નીકળી શકે છે કારણકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં એક મહાન કાર્ય કરી રહ્યા છે,અનેે તેમને લોકોનો ટેકો પણ મળી રહ્યો છે.'

ABOUT THE AUTHOR

...view details