ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સંજય ગાંધીની 39મી પુણ્યતિથિ પર મેનકા ગાંધી અને વરુણ ગાંધીએ કર્યા યાદ - delhi

નવી દિલ્હી: 23 જૂન 1980ના રોજ બનેલી ઘટના ભારતના ઈતિહાસમાં એક એવી ઘટના બની ગઈ જેનાથી દેશના રાજકારણનુ સમીકરણ બદલાઈ ગયુ હતું.

સંજય ગાંધીની 39મી પુણ્યતિથિ પર મેનકા અને વરુણે કર્યા યાદ

By

Published : Jun 23, 2019, 5:02 PM IST

આજ રોજ દિવસે થયેલી વિમાન દુર્ધટનામાં દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધીનું મૃત્યુ થયુ હતું. સંજય ગાંધીને ઇન્દિરા ગાંધીના રાજકીય વારસા તરીકે જોવામાં આવતા હતા, પરંતુ તેના મૃત્યુથી દેશનું રાજકીય રુપ પૂરી રીતે બદલાઇ ગયું હતું.

સંજય ગાંધીની 39મી પુણ્યતિથિ પર મેનકા ગાંધી શાંતીવન ખાતે શ્રદ્ધાંજલી અર્પણ કરતા

આ ઘટના બાદ કોંગ્રસ પક્ષમાં અફરાતફરી સર્જાઇ ગઇ હતી. કોઇ પણ પ્રધાન પદ વિના પણ સંજય ગાંધીની સરકારી નિર્ણયોમાં ભાગીદારી રહેતી હતી.

સંજય ગાંધીની 39મી પુણ્યતિથિ પર વરુણ ગાધી શાંતીવન ખાતે શ્રદ્ધાંજલી અર્પણ કરતા

આજે તેની 39મી પુણ્યતિથિ છે. જેને લઇ મેનકા ગાંધી અને વરૂણ ગાંધીએ શાંતિવનમાં સંજય ગાંધીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ત્યાર બાદ મેનકા ગાંધીએ ટ્વિટ કરતા લખ્યુ કે મારો પુત્ર અને હું શાંતિવન ખાતે પહોંચી અને મારા પતિ સંજય ગાંધીને અમે શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

સંજય ગાંધીની 39મી પુણ્યતિથિ પર મેનકા અને વરુણે કર્યા યાદ

વરૂણે પણ ટ્વીટ કર્યું હતું. મેનકા અને વરુણ બંનેએ શાંતિવન ખાતેના ધણા ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details