પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના તરીકે વિવિધ પગલાંના આ પેકેજમાં સમાજના હાંસિયામાં રહેતા વર્ગોને આવરી લેવાયા છે, જેમાં બિનસંગઠિત ક્ષેત્રના શ્રમિકો, બાંધકામ ક્ષેત્રના મજૂરો, વિધવા, વરિષ્ઠ નાગરિકો વગેરે સામેલ છે અને તેમને સીધી નાણાં સહાય (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) મારફતે તેમજ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ખાદ્ય સુરક્ષા દ્વારા આવકનો ટેકો આપવાનો ઈરાદો છે.
સરકારે કદાચ પછીના તબક્કામાં, ખાસ કરીને અત્યંત અનિશ્ચિત છે, તેવો લોકડાઉનનો સમયગાળો લંબાય તો વધુ રાહતો જાહેર કરવી પડે તેવી સંભાવના છે.
એ પણ નોંધવા જેવું છે કે લોકડાઉનનો કેટલોક ખર્ચ અન્ય અસરગ્રસ્તો ઉપર જ પડશે, જેમકે પેન્શનનો ઉપાડ (નિવૃત્તિની બચત), અને રાજ્યો. નાણાંકીય રાહતનાં પગલાંનું કદ અને વિતરણનો ખર્ચ - બંને જોતાં સરકાર ઉપર રોકડનું દબાણ સર્જાશે.
શું ખૂટે છે ?
રાહત પેકેજમાં વેપાર કે ઉત્પાદન ક્ષેત્રની વાત કરવામાં આવી નથી, જેમાંના કેટલાકને આ તબક્કે મદદની અત્યંત જરૂર છે ઃ મોટાભાગના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો (એમએસએમઈ) દૈનિક વેચાણો ઉપર અત્યંત નજીવા નફા ઉપર ટકેલાં છે, તેમના માટે પેકેજમાં કશું નથી, જ્યારે એરલાઈન્સ, ટ્રાવેલ, હોસ્પિટાલિટી વગેરેને ગંભીર ફટકો પડી રહ્યો છે, તેમનો પણ પેકેજમાં ઉલ્લેખ નથી.
પેકેજના મર્યાદિત અને કેન્દ્રિત પ્રકારને જોતાં જણાય છે કે આ મુદ્દાઓને પછીના તબક્કે અલગ રીતે હાથ ધરવામાં આવશે, જોકે તે બાબતે કોઈ માર્ગદર્શન કે સ્પષ્ટતા નથી.
આરબીઆઈનાં પગલાં