- 1974માં ભારતનું પ્રથમ પરમાણુ બોમ્બ પરીક્ષણ કરાયુ હતું. ભારત આવું કરનારો પહેલો યુએનએસસીનો અસ્થાઈ સભ્ય બન્યો.
- 1989માં જમ્મુ કાશ્મીરમાં સશસ્ત્ર વિરોધ પ્રદર્શન શરૂ થયું, પાકિસ્તાન પર લડાયક વિમાનો સાથે હથિયાર અને પ્રશિક્ષણ આપવાનો આરોપ લાગ્યો. પાકિસ્તાને એવું કહીને પોતાનો બચાવ કર્યો કે, આ માત્રે નૈતિક અને કૂટનીતિક સમર્થનની પહેલ હતી.
- વર્ષ 1991માં બંને દેશોની સેના અભ્યાસની પહેલાથી જ સૂચના આપવાની સાથે સાથે હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘન રોકવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.
- એક વર્ષ પછી 1992માં રાસાયણિક હથિયાર પ્રતિબંધ પર મુકવાની સંયુક્ત જાહેરાત માટે બંને દેશ સંમત થયા.
આ પણ વાંચોઃ દેશની એકતાની આડે અવરોધરુપ હતી કલમ 370ઃ અમિત શાહ
- 1996માં લાઈન ઓફ કંટ્રોલ પર તણાવભર્યા વાતાવરણને થાળે પાડવા બંને દેશની સેનાના અધિકારીઓએ સરહદ પર મુલાકાત કરી.
- 1998ના મે મહિનામાં ભારત-પાકિસ્તાને પરમાણુ પરીક્ષણ કર્યું. ત્યાર બાદ બંને દેશો પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ લગાવવામાં આવ્યો.
- ફેબ્રુઆરી 1999માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને મળવા બસ મારફતે લાહોર પહોંચ્યા. તેમણે અહીં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.
- મે 1999માં પાકિસ્તાની સેનાએ હિમાલય સ્થિત કારગિલમાં પહાડીઓ પર કબજો કરી લીધો. જેની જાણકારી મળતા જ ભારતે હવાઈ અને જમીની હુમલો કરી પોતાની આ જગ્યા પાછી મેળવી.
- કારગિલ યુદ્ધના બે વર્ષ બાદ 2001માં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશરર્ફ અને વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આગરામાં યોજાયેલા એક સંમેલનમાં મુલાકાત કરી. જો કે, બંને દેશો વચ્ચે કાશ્મીર મુદ્દે સમાધાન ન થતાં આ સંમેલન નિષ્ફળ સાબિત થયું.
આ પણ વાંચોઃ પાકિસ્તાન સાથે નહીં પણ ટેરરિસ્તાન સાથે વાત કરવામાં સમસ્યા છે: વિદેશ પ્રધાન
- ઓક્ટોબર 2001માં આતંકીઓએ જમ્મુ કાશ્મીર વિધાનસભા પર હુમલો કર્યો, આ હુમલામાં 38 લોકોના મોત થયા હતા.
- આ જ વર્ષે ડિસેમ્બરમાં આતંકવાદીઓએ ભારતની સાંસદને નિશાન બનાવી. જેમાં 14 લોકોની હત્યા થઈ હતી. ભારતે આતંકી સંગઠન લશ્કરે તૈયબા અને જૈશે મોહમ્મદ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો અને પશ્ચિમી સરહદ પર સૈના તૈનાત કરી દીધી.
- આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા બાદ ઓક્ટોબર 2002માં ગતિરોધ સમાપ્ત થયો હતો.
- સપ્ટેમ્બર 2003માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની બેઠક દરમિયાન એલઓસી પર સંઘર્ષવિરામ ઉલ્લંઘન રોકવા માટે બંને દેશો વચ્ચે સહમતી થઈ.
- અટલ બિહારી વાજપેયી અને પરવેઝ મુશરર્ફે 2004માં ઈસ્લામાબાદમાં થયેલા 12માં સાર્ક સંમેલનમાં દ્વિપક્ષીય વાર્તા યોજાઈ હતી. આ જ વર્ષે બંને દેશોના સચિવે પણ મુલાાકાત કરી હતી.
- 2004માં જમ્મુ કાશ્મીરમાંથી સેનાના જવાનોની સંખ્યા ઘટાવાની વડાપ્રધાન મનમોહનસિંહે જમ્મુ કાશ્મીરના પ્રવાસ દરમિયાન સરહદ પરથી સૈનિકોની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરી.
- વર્ષ 2006માં મનમોહનસિંહ અને પરવેઝ મુશર્રફ દ્વારા ભારત પાકિસ્તાન વચ્ચે સંસ્થાગત આતંકવાદ વિરોધી તંત્ર અમલી બનાવવાનું નક્કી થયું.
- પરંતુ એક વર્ષ પછી ફરી એકવાર દેશમાં આતંકવાદી તાકતોએ હુમલો કર્યો. 2007માં સમજૌતા એક્સપ્રેસ ટ્રેન ઉપર હુમલો થયો. આ ઘટનામાં 68 લોકો મૃત્યુ પામ્યા હતાં.
- 60 વર્ષ પછી 2008માં ભારત-પાકિસ્તાને એક બીજા માટે વ્યાપાર માર્ગ ખુલ્લો મુક્યો.
- વર્ષ 2008માં ભારતની આર્થિક રાજધાની ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો. નવેમ્બર મહિનામાં થયેલા આ હુમલામાં 166 ભારતીયોની હત્યા કરી દેવાઈ. ભારતે આ હુમલા માટે આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબા પર આરોપ મુક્યો.