ગુજરાત

gujarat

ETV Bharat / bharat

370 હટાવી તો જમ્મુ કાશ્મીરનો ભારત સાથે સંબંધ ખતમ: મહેબૂબા મુફ્તી - artical 370

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં ધારા 370 હટાવા બાબતે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, 370 ભારત અને કાશ્મીર વચ્ચે પુલનું કામ કરે છે. જો સરકારે 370 ખતમ કરી તો ભારત સાથે જમ્મુ અને કાશ્મીરનો સંબંધ પૂરો થઈ જશે. 370 પર બોલતા મહેબૂબાએ કહ્યું કે, કાશ્મીર મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે શું તે તમારી સાથે રહેવા માંગશે.

મહેબૂબા મુફ્તી

By

Published : Mar 30, 2019, 10:48 PM IST

તેમણે સરકારને ચેતવણી આપતા કહ્યું કે, જો તમે ધારા 370 હટાવી તો ભારતનો કાશ્મીર સાથેનો સંબંધ ખતમ થઈ જશે.

સાથે સાથે તેમણે અરુણ જેટલી પર નિશાન સાધતા કહ્યું કે, તેમણે એ બાબતે વિચારવું જોઈએ કે, 370 હટાવી એટલું પણ સહેલું નથી. જો તમે આવું કરશો તો ભારતો કાશ્મીર સાથે સંબંધ પૂરો થઈ જશે.


ABOUT THE AUTHOR

...view details