છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ગત 6 લોકસભા ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર રહી હતી. તો પશ્ચિમ બંગાળમાં માકપા અને તૃણમૂલનો પ્રભાવ રહેલો છે.
ભાજપનું જોર યથાવત
જો વાત કરીએ વિતેલી 6 લોકસભા ચૂંટણીની તો છત્તીસગઢમાં રાજનંદગામ, મહાસમુંદ, બસ્તર, કાંકેર સીટ નક્સલ પ્રભાવિત રહી છે. બસ્તર અને કાંકેરમાં તો 1998થી ભાજપની સત્તા કાયમ થયેલી છે.
કોંગ્રેસનો ગઢ હતી આ સીટ
આ સીટ પહેલા કોંગ્રેસનો ગઢ હતી, જ્યારે 1998 અને 2007ની પેટાચૂંટણીને છોડી આ સીટો ભાજપના ખાતામાં આવી ગઈ હતી.
તૃણમૂલ કોંગ્રેસ તથા માકપાનો દબદબો
તો આ બાજું પશ્ચિમ બંગાળમાં નક્સલ પ્રભાવિત ઝાડગ્રામ સીટ 2014માં તૃણમૂલ કોંગ્રેસ અને 2009માં માકપાએ જીતી હતી. મિદનાપુર અને બાંકુરા સીટ 1996થી 2009 સુધી માકપાના કબ્જામાં હતી અને 2014ની ચૂંટણીમાં આ બંને સીટો તૃણમૂલ કોંગ્રેસના ખાતામાં જતી રહી. પુરુલિયા પણ 2014માં તૃણમૂલ કોંગ્રેસ જીતી હતી.
1/3 સીટો પર ભાજપનો પ્રભાવ
2014માં ભાજપ નક્સલ પ્રભાવિત વિસ્તારોની સીટ પર એક તૃતિયાંશ જેટસો પ્રભાવ ઊભો કરવામાં સફળ રહ્યા હતા. ઝારખંડના ચતરા, પલામૂ જેવી નક્સલ પ્રભાવિત સીટો પર ઝામુમો, રાજદ જેવી સ્થાનિક પાર્ટીઓનો પ્રભાવ રહ્યો હતો. ખૂંટી, ગિરિડીહ, ધનબાદ અને રાંચી સીટ પર ભાજપે પોતાનો પ્રભાવ જાળવી રાખ્યો હતો જો કે, સ્થાનિક પાર્ટીઓ સાથેની તેમની ટક્કર ઓછી નહોતી.