ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કલમ 370 નાબુદ થયા બાદ આતંકવાદી સંગઠનમાં જોડાનારા યુવાનોમાં ઘટાડો - દફન વિધી

સુરક્ષા એજન્સીએ તૈયાર કરેલા રિપોર્ટ મુજબ 5 ઓગષ્ટ, 2019માં કલમ 370 હટાવી જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કર્યા બાદ આતંકવાદી સંગઠનોમાં જોડાનારા યુવાનોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

reduction in youths joining terrorist Organization since aug 5 last year
કલમ 370 નાબુદ થયા બાદ આતંકવાદી સંગઠનમાં જોડાનારા યુવાનોમાં ઘટાડો

By

Published : Feb 10, 2020, 3:34 AM IST

Updated : Feb 10, 2020, 4:41 AM IST

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી વિશેષ રાજ્યનો દરજ્જો 5 ઓગષ્ટ, 2019ના રોજ સમાપ્ત કરવામાં આવ્યો હતો. કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરીમાં આતંકવાદી સંગઠનોમાં જોડાતા યુવાનોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.

સુરક્ષા એજન્સીઓ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ કલમ 370 હટાવ્યા બાદ ઓગષ્ટ 2019 બાદ સરેસાશ દર મહિને 5 યુવાન આતંકવાદી સંગઠનમાં જોડાય છે. ઓગષ્ટ મહિના પહેલાઆ દર 14નો હતો.

આતંકવાદીઓની અંતિમ વિધી સમયે મોટી સંખ્યામાં યુવાનો આતંકવાદનો રસ્તો આપનાવતા હોય છે. આ અંતિમ વિધી દરમિયાન યુવાનો આતંકવાદી સંગઠનો સાથે જોડાય છે. રિપોર્ટ મુજબ, આ સંખ્યામાં ઘટાડો થયો છે. આતંકવાદીની દફન વિધીમાં પહેલા મોટી સંખ્યામાં તેમના સંબધી હાજર રહેતા હતા. સેના દ્વારા ઠાર કરાયેલા આતંકવાદીની દફન વિધીમાં 10,000 જેટલા લોકો હાજર રહેતા હતા.

કલમ 370 નાબુદ કર્યા બાદ ટેલિફોનિક સુવિધાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જેની અસર પણ આંશિક રીતે આ ઘટાડા પર પડી છે. પથ્થરમારાની ઘટનાઓમાં પણ ઘટાડો થયો છે. જે કારણે ટિયર ગેસ અને પેલેટ ગનનો ઉપયોગ પણ ઘટ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 5 ઓગષ્ટ, 2019ના રોજ જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરી, તેને બે કેન્દ્રશાસિત પ્રદેશો લદ્દાખ અને જમ્મુમાં વહેંચવામાં આવ્યું હતું. આ જાહેરાત સાથે આ પ્રદેશોમાં કેટલાક પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યા હતા.

Last Updated : Feb 10, 2020, 4:41 AM IST

ABOUT THE AUTHOR

...view details