ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સેન્સેક્સમાં 10 વર્ષનો રેકોર્ડબ્રેક, 1421 પોઈન્ટનો ઉછાળો - record

મુંબઈ: લોકસભાની ચૂંટણીની તમામ એજન્સીઓના એક્ઝિટ પોલ અનુસાર નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDAને સ્પષ્ટ બહુમતી મળશે. આ સમાચારને લઈને શેરબજારમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જેમાં ઓલરાઉન્ડ નિકળતા સેન્સેક્સ અને નિફ્ટીએ 10 વર્ષ પછી પ્રથમવાર આટલો મોટા ઉછાળો નોંધાવ્યો છે.

સેન્સેક્સમાં 10 વર્ષનો રેકોર્ડબ્રેક, 1421 પોઈન્ટનો ઉછાળો

By

Published : May 20, 2019, 6:15 PM IST

ટ્રેડિંગ સેશનને અંતે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 1421.90(3.75 ટકા) ઉછળીને 39,000ની અતિમહત્વની સપાટીને કૂદીને 39,352.67 બંધ રહ્યો હતો. જે 10 વર્ષ પછી પહેલીવાર આટલો મોટો ઉછાળો નોંધાયો છે. તેમજ નિફ્ટી ઈન્ડેક્સ 421.10(3.69 ટકા) ઉછળીને 11,828.25 બંધ થયો હતો.

સેન્સેક્સમાં 10 વર્ષનો રેકોર્ડબ્રેક, 1421 પોઈન્ટનો ઉછાળો

સ્ટોક માર્કેટમાં એક્ઝિટ પોલ પહેલા નરમાઈનો દોર ચાલુ હતો. એક્ઝિટ પૉલ આવ્યા પછી મંદીવાળા ખેલાડીઓનું મોટાપાયે શોર્ટ કવરિંગ આવ્યું હતું. જેને પગલે ઈન્ડેક્સ બેઈઝ્ડ શેર ઈન્ડસઈન્ડ બેંક(8.64 ટકા), SBI(8.04 ટકા), ટાટા મોટર્સ(7.53 ટકા), ટાટા મોટર્સ(ડીવીડી 6.86 ટકા) તેમજ યસ બેંક (6.73 ટકા) સૌથી વધુ ઊંચકાયા હતા.

આજના ઉછાળામાં 40 કંપનીઓના શેરભાવ 52 વીકના નવા ઊંચા લેવલ બતાવ્યા હતા. જેમાં બજાજ ફાઈનાન્સ, ડીસીબી બેંક, ફેડરલ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એસઆરએફ, ટાઈટન, કોટક મહિન્દ્રા અને પીવીઆરનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details