નવી દિલ્હી: દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. ગત 24 કલાકમાં દેશમાં રેકોર્ડ 5611 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1 લાખ 06 હજાર 750 થઇ ગઇ છે. જ્યારે 3303 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.
ઈન્ડિયા કોરોના અપડેટ: 24 કલાકમાં 5611 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 3303 લોકોના મોત થયા
દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. ગત 24 કલાકમાં દેશમાં રેકોર્ડ 5611 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1 લાખ 06 હજાર 750 થઇ ગઇ છે. જ્યારે 3303 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કુલ 61 હજાર 149 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ 42,298 દર્દી સ્વસ્થ થયાં છે. આમ દેશમાં કોરોના સંક્રમિતની સ્વસ્થતાનો વર્તમાન દર 39.62 છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 37,136 થઇ ગઇ છે. તમિલનાડુમાં 12,448, ગુજરાતમાં 12,141 દિલ્હીમાં 10,554 થઇ છે.
રાજસ્થાનમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 5,845, મધ્યપ્રદેશમાં 5,465, ઉત્તર પ્રદેશમાં 4,926 અને પશ્ચિમ બંગાળમાં 2,961 પહોંચી ગઈ છે. બે હજારથી વધુ કોરાના દર્દીઓ ધરાવતા રાજ્યોમાં આંધ્ર પ્રદેશ 2,532 અને પંજાબ 2,002 નો સમાવેશ થાય છે. જ્યારે આંધ્રમાં 52 લોકોનાં મોત નીપજ્યાં છે, પંજાબમાં આ આંકડો 38 પર પહોંચી ગયો છે.