કર્ણાટક: અયોગ્ય ધારાસભ્યો ભાજપમાં જોડાયા, પેટાચૂંટણી લડવાનો માર્ગ થયો મોકળો - ભારતીય જનતા પાર્ટી
બેંગલુરુ: કોંગ્રેસ અને જેડીએસના 15 બળવાખોર નેતાઓ આજે મુખ્યપ્રધાન બીએસ યેદીયુરપ્પાની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. હજું એક દિવસ પહેલા જ આ બળવાખોર નેતાઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં આ તમામ નેતાઓને અયોગ્ય જાહેર કરેલા હતા, તેમના પર અયોગ્યનો ધબ્બો લાગેલો જ રહેશે, જો કે, આ સાથે તેમની થોડી રાહત એ મળી છે, કે આ તમામ નેતાઓ પેટાચૂંટણી લડી શકશે.
karnataka bjp latest news
સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની ખંડપીઠે બુધવારના રોજ કર્ણાટકના 17 બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુનાવણી કરતા કર્ણાટક વિધાનસભા અધ્યક્ષ તરફથી અયોગ્ય જાહેર કરવાનો નિર્ણય યોગ્ય જણાયો હતો. જો કે, સમગ્ર કાર્યકાળ દરમિયાન તેમને અયોગ્ય જાહેર કરવા તે અયોગ્ય છે, તેવું સુપ્રીમ કોર્ટનું માનવું છે. આવી રીતે સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં અયોગ્ય જાહેર થયેલા ધારાસભ્યોને પેટાચૂંટણી લડવાની મંજૂરી આપી દીધી છે.