પશ્ચિમ બંગાળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ ટ્વીટ કર્યું કે, ભારત સામે ચીન દ્વારા કરવામાં આવેલા અપરાધને લઇને પુરો દેશ સ્તબ્ધ અને આંદોલિનના મુડમાં છે. વાતચીચને ચીની સેાએ ભયાનક હુમલામાં બદલ્યો છે અને આપણા 20 જવાનો શહીદ થયા છે.
ભારત-ચીન તણાવઃ જવાનોની શહીદી પર ભડક્યા લોકો, ચીની દૂતાવાસની બહાર પ્રદર્શન - ભારત ચીન સીમા વિવાદ
13:32 June 17
ચીન દ્વારા કરવામાં આવેલા અપરાધ પર દેશ સ્તબ્ધઃ અધીર રંજન
13:31 June 17
CPI અને કેરળના મુખ્ય પ્રધાને વ્યક્ત કરી સંવેદના
સીપીઆઇએ જવાનોની શહીદી પર ટ્વીટ કરીને કહ્યું- સીપીઆઇએમ પોલીસ બ્યૂરોએ એક ભારતીય અધિકારી અને બે સૈનિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે.
પાર્ટીએ ટ્વીટ કરીને કહ્યું કે, સરકારને આધિકારીક નિવેદનમાં વાસ્તવમાં સામે લાવવો જોઇએ.
કેરળના સીએમે પણ પોતાના ટ્વીટમાં કહ્યું કે, ગલવાન ઘાટીમાં ગતિરોધના સમાચારથી અમને આઘાત લાગ્યો છે. શહીદ સૈનિકોના પરિવારો પ્રતિ સંવેદના. આપણે આપણા સશસ્ત્ર બળોના કર્મીઓની સાથે એકજૂથતાથી ઉભા છીએ. અમારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે.
13:31 June 17
સૈનિકોની શહીદીને સલામઃ આનંદ શર્મા
કોંગ્રેસ સાંસદ આનંદ શર્માએ જવાનની શહીદી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ જાણકારી હેરાની થઇ છે કે, પશ્ચિમી વિસ્તારની ગલવાન ઘાટીમાં આપણા 20 બહાદુર સૈનિકો માર્યા ગયા છે. આપણે તેની શહીદીને સલામ કરીએ છીએ. PMને દેશને વિશ્વાસમાં લેવો જોઇએ.
13:31 June 17
13:30 June 17
રાહુલ ગાંધીએ કર્યો PMને પ્રશ્નઃ શા માટે સામે નથી આવી રહ્યા PM
રાહુલ ગાંધીએ એક વાર ફરીથી ભારત-ચીન તણાવ પર ટ્વીટ કરતા પ્રશ્નો પૂછ્યા હતા. રાહુલે ટ્વીટ કરીને કહ્યું કે, વડા પ્રધાન શા માટે ચૂપ છે? તે સામે શા માટે આવી રહ્યા નથી. હવે હદ્દ થઇ છે. આપણે એ જાણવું જોશે કે શું થયું છે.
રાહુલે આગળ કહ્યું કે, ચીને આપણા સૈનિકોને મારવાની હિંમત કઇ રીતે કરી?
13:19 June 17
PM બતાવે ખોટું શું થયુંઃ સંજય રાઉત
સંજય રાઉતે 20 જવાનોની શહીદીને લઇને પીએમ પર નિશાન સાધ્યું છે. રાઉતે કહ્યું કે, સીમા પર જે કંઇ પણ થયું, તેના માટે આપણે જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અથવા રાહુલ ગાંધીને જવાબદાર ગણાવી શકે નહીં. આપણા બધા 20 જવાનોની શહીદી માટે જવાબદાર છીએ. પીએમ જે પણ નિર્ણય લેશે, તેનો બધી જ પાર્ટી સમર્થન કરશે, પરંતુ તેમણે જણાવ્યું જોઇએ કે, શું ખોટું છે.
13:06 June 17
ગુજરાતમાં ચીની રાષ્ટ્રપતિનો ફોટો સળગાવવામાં આવ્યો
રાજ્યના અમદાવાદના બાપુનગરમાં લોકોએ મંગળવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ફોટો સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વારાણસીઃ ચીની રાષ્ટ્રપતિનું પુતળું સળગાવ્યું હતું.
વારાણસીાં એક એનજીઓ વિશાલ ભારત સંસ્થાનના લોકોએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના પુતળાનું દહન કર્યું હતું. આ સાથે જ ચીનનો ધ્વજ પણ સળગાવ્યો હતો.
12:50 June 17
પ્રિયંકાએ PMને ટેગ કરીને કહ્યું, સામે આવો
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે, આપણી ધરતી મા, આપણી ધરા ખતરામાં છે. આપણા જવાન શહીદ થઇ રહ્યા છે. શું આપણે ચૂપ બેસીશું?, ભારતની જનતા સત્યની હકદાર છે, તેને એવા નેતૃત્વની જરુર છે, જે અમારી જમીન છીનવ્યા પહેલા પોતાનો જીવ આપવા તૈયાર હોય.
પ્રિયંકાએ પીએમને ટેગ કરીને લખ્યું- સામે આવો. ચીનનો સામનો કરવાનો સમય આવી ગયો છે.
જવાનોએ અનુકરણીય સાહસનું પ્રદર્શન કર્યુંઃ રક્ષા પ્રધાન
રક્ષા પ્રધાન રાજનાથ સિંહે ગલવાનમાં શહીદ થયેલા જવાનો પ્રતિ સંવેદનાઓ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ગલવાનમાં સૈનિકોનું નુકસાન ખૂબ જ પરેશાન કરે તેવું અને દર્દનાક છે. આપણા સૈનિકોએ કર્તવ્ય નિભાવતા અનુકરણીય સાહસ અને વીરતાનું પ્રદર્શન કર્યું અને પોતાના જીવનનું બલિદાન આપ્યું છે.