કાનપુરઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને ત્યાં દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરિંગ કરાયું હતું. જેમાં 8 પોલીસ જવાન શહીદ થયા હતા, જ્યારે 5 પોલીસકર્મી સહિત 7 લોકો ઘાયલ થયા હતા.
પ્રિયંકા ગાંધીએ કાનપુર પોલીસ હુમલામાં શહીદ પોલીસકર્મીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કર્યુ ટ્વીટ...
સપા અધ્યક્ષ અને યૂપીના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે ટ્વીટ કરતાં કહ્યું હતું કે, કાનપુરમાં થયેલી દુઃખદ ઘટનામાં પોલીસના શહીદ થયેલા 8 જવાનને શ્રદ્ધાંજલિ. યુપીની ગુનાહિત દુનિયાની આ સૌથી શરમજનક ઘટનામાં છે. જેમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને 'શાસકો અને ગુનેગારો' ની મીલીભગતનો ભોગ બનવું પડ્યું છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે, જો પોલીસ આરોપીએ જીવતા પકડત તો વર્તમાન સત્તાધારીઓનો પદાર્ફાશ થવાની આશંકા હતી.
બસપા સુપ્રીમો માયાવતી આપી પ્રતિક્રિયા...
કાનપુર પોલીસ હુમલા અંગે બસપા સુપ્રમી માયાવતીએ ટ્ટીટમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં સામેલ આરોપીઓને સરકારે સખ્ત સજા કરવી જોઈએ. પછી ભલે એની માટે કોઈનો વિરોધ પણ કેમ ન કરવો પડે..
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર કર્યો કટાક્ષ
કાનપુર પોલીસ હુમલામાં શહીદ પોલીસકર્મીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, યૂપી પોલીસના આ શહીદોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર કર્યો કટાક્ષ
સાથે જ તેમણે સુરક્ષા વ્યવસ્થાને લઈને યોગી સરકાર પર શાબ્દિક પ્રહાર કરતાં લખ્યું હતું કે, યૂપીમાં કાનૂન વ્યવસ્થા ખાડે ગઈ છે. આરોપી બેફાટ થઈને ખુલ્લેઆમ જીવલેણ હુમલા કરી રહ્યાં છે. જેથી સામાન્ય લોકો સહિત પોલીસકર્મીઓનો જીવ પણ જોખમમાં મૂકાયો છે.