અભિજીત બેનર્જી અને તેમની પત્ની એસ્થર ડુફ્લોને આ એવોર્ડ પોતાની શોધ માટે આપવામાં આવ્યો છે. આ શોધમાં તેમણે દુનિયામાં ગરીબીથી લડવા માટે શું પગલા ભરવા જોઈએ જેવા મુદ્દા પર જોર આપે છે.
નોબેલ વિજેતા અભિજીત બેનર્જીએ પત્ની સાથે કંઈક આ અંદાજમાં ખુશી વ્યક્ત કરી તમને જણાવી દઈ કે, 2009માં એલિનોર ઓસ્ટ્રોમની બાદ 46 વર્ષીય ડુફ્લો એવોર્ડ જીતનાર સૌથી ઓછી ઉંમરની બીજી મહિલા છે.
આ પણ વાંચો...2019માં અભિજીત બેનરજીને અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર
બેનર્જી અને ડુફ્લોએ MITમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા બેનર્જીએ કહ્યું કે, આ અદભુત છે કે, મને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
અભિજીતિ બેનર્જીએ પોતાની શોધનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ સન્માન મળવાથી તેમણે પોતાના કામમાં સરળતા રહેશે. મને લાગે છે કે, જે દરવાજા અત્યારે અમારા માટે અડધા ખુલ્યા હતાં, હવે તે પુરા ખુલ્લી જશે. પોતાનું લક્ષ્ય પુરુ કરવામાં હવે મદદ મળશે.
ઉલ્લેખનીય છે કે, ત્રણેય વિજેતાઓેને આર્થિક ક્ષેત્રના પ્રયોગોને આગળ વધારતા વિકાસાત્મક અર્થશાસ્ત્રમાં નવી ક્રાંતિ લાવ્યા છે, જેનાથી ગરીબોને શિક્ષા અને સ્વાસ્થ્યની દેખરેખ માટે જાગરુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.