ઉત્તરપ્રદેશ: કાનપુરમાં એન્કાઉન્ટર દરમિયાન પોલીસ અને એસટીએફની ટીમએ કુખ્યાત આરોપી વિકાસ દુબેને મોતને ઘાટ ઉતાર્યો છે. કાનપુરના બિઠૂર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિકાસ દુબેની ગોળીનો શિકાર થયેલા કોન્સ્ટેબલ અજય કશ્યપે વિકાસ દુબેના એન્કાઉન્ટર પર ખુશી વ્યક્ત કરી હતી.
કાનપુર હુમલામાં ઘાયલ થયેલા કોન્સ્ટેબલ અજય કશ્યપે વિકાસ દુબેના એન્કાઉન્ટર પર પ્રતિક્રિયા આપી
કાનપુરના બિઠૂર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિકાસ દુબેની ગોળીનો શિકાર થયેલા કોન્સ્ટેબલ અજય કશ્યપે વિકાસ દુબેના એન્કાઉન્ટર પર ખુશી વ્યક્ત કરી હતી. અજયનું કહેવું છે કે હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનું એન્કાઉન્ટર શહીદ પોલીસ જવાનો માટે સાચી શ્રદ્ધાંજલિ છે. કાનપુર પોલીસ હત્યાકાંડના સાક્ષીએ ગેંગસ્ટરની મોત પર પોલીસની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો છે.
કાનપુરમાં હુમલામાં ઘાયલ થયેલા કોન્સ્ટેબલ અજય કશ્યપની વિકાસ દુબેના એન્કાઉન્ટર પર પ્રતિક્રિયા
અજયનું કહેવું છે કે હિસ્ટ્રીશીટરના એન્કાઉન્ટરથી પોલીસનો ઉત્સાહ બુલંદ થયો છે. પોલીસકર્મીઓને મોતને ઘાટ ઉતારનારા વિકાસ દુબેના એન્કાઉન્ટરથી પોલીસના દરેક જવાનને શાંતિ પહોંચી છે. અજયે એમ પણ કહ્યું કે જો અરોપી આવી હિંમત કરશે તો તેનો અંજામ પણ વિકાસ દુબે જેવો થશે.
ઉલ્લેખનીય છે કે અજય બે જૂને વિકાસ દુબેને પકડવા ગયેલી પોલીસની ટીમનો ભાગ હતો. આ ઓપરેશનમાં શામિલ અજય કશ્યપને બે ગોળીઓ વાગી હતી. અજય કશ્યપ હાલ પોતાના ઘરે સ્વાસ્થ્ય અંગે સારવાર મેળવી રહ્યો છે.