ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બોગસ વોટિંગની ફરિયાદ બાદ હરિયાણામાં અનેક બૂથ પર ફરીથી મતદાન - re polling in uchana constituency

ચંડીગઢ: પૃથલાના બૂથ નંબર-113, કોસલી બૂથ નં-18, ઉચાના બૂથ નં-71, બેરી બૂથ નં-161 અને નારનૌલ બૂથ નં-28 પર ફરી મતદાન થશે. આ બૂથો પરથી મળેલી ફરીયાદ બાદ ચૂંટણી પંચે આ બેઠેકો પર ફરીથી મતદાન કરવાનો નિર્ણય કર્યો છે.

હરિયાણાના આ 5 બુથમાં થશે ફરીથી મતદાન

By

Published : Oct 23, 2019, 8:21 AM IST

હરિયાણામાં 21 ઓકટોબરે મતદાન થઇ ગયું છે. થોડી જગ્યાઓ પર ચૂંટણીપંચને બોગસ વોટિંગ અંગે ફરિયાદ મળી હતી, જેના કારણે પંચે બીજી વખત મતદાન કરવા અંગેનો નિર્ણય લીધો છે. આ બેઠકો પર મતદાન 23 ઓકટોબર સવારે 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી થશે.

પૃથવા વિધાનસભાના છાયસા ગામમાં રી-વોટિંગ
ફરીદાબાદની પૃથલા વિધાનસભાના છાયસા ગામના બૂથ નંબર113માં ફરી વોટિંગ કરવામાં આવશે. આ અંગે માહિતી જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અતુલ કુમારે આપી છે.

એક વીડિયો વાયરલ થયા બાદ અહીંયા ફરી વાટિંગ થવાનું છે. અહીંયા એક મહિલા વોટ આપવા ગઇ હતી, જેની સાથે 2 અન્ય વ્યક્તિઓ પણ હતા.

રેવાડીના કોસલીમાં ફરી ચૂંટણી
રેવાડી વિધાનસભાના છવ્વા ગામના બૂથ નંબર12 પર ફરી ચૂંટણી થશે. આ બૂથ પર સોમવારે વોટિગ દરમિયાન સમસ્યા સર્જાણી હતી જેને લઇને ફરી ચૂંટણી યોજાવાની છે. જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી યશેન્દ્ર સિંહે આ અંગે જાણકારી આપી હતી.

જીંદના ઉચાનામાં ફરી ચૂંટણી
જીંદના ઉચાના વિધાનસભાના કરસિંધૂના બૂથ નંબર 71 પર ફરી 23 ઓકટોબર મતદાન થશે. સાથે જ ઝજ્જરના બેરીમાં બૂથ નંબર 161 અને મહેન્દ્રગઢના નારનૌલમાં બૂથ નંબર 28 પર ફરી ચૂંટણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details