ગુજરાત

gujarat

INX મીડિયા કેસ: ચિદંબરમની મુશ્કેલીમાં ફરી વધારો, 11 ડિસેમ્બર સુધી રહેશે જેલમાં

By

Published : Nov 28, 2019, 8:57 AM IST

નવી દિલ્હી: દિલ્હીની એક સ્પેશિયલ કોર્ટમાં કોંગ્રેસના ટોચના નેતા પી.ચિદમ્બરમની કસ્ટડીમાં 11 ડિસેમ્બર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, ભૂતપૂર્વ નાણા પ્રધાન પી.ચિદમ્બરમને INX કેસમાં બુધવારે દિલ્હીની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. EDએ આ કેસ દાખલ કર્યો હતો.

INX મીડિયા કેસ: ચિદંબરમની મુશ્કેલીમાં ફરી વધારો, 11 ડિસેમ્બર સુધી રહેશે જેલમાં
INX મીડિયા કેસ: ચિદંબરમની મુશ્કેલીમાં ફરી વધારો, 11 ડિસેમ્બર સુધી રહેશે જેલમાં

74 વર્ષના ટોંચના કોંગ્રેસી નેતાની કસ્ટડીનો સમયગાળો પૂર્ણ થતા સ્પેશ્યલ કોર્ટના જજ અજયકુમાર કુહાડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં.

INX મીડિયા કૌભાંડ અને મની લોન્ડરીંગ કેસનો ઘટનાક્રમ આ મુજબ છે.

15 મે 2017: CBIએ 2007માં 305 કરોડ રુપયાના વિદેશી ફંડ મેળવવા માટે વિદેશી રોકાણને સંલગ્ન બોર્ડ FIPBની મંજુરી મેળવવામાં અનિયમિતતાને લઇને INX મીડિયા કેસ દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ EDએ તેને લઇને મની લોન્ડરીંગનો કેસ દાખલ કર્યો.

16 ફેબ્રુઆરી 2018: CBIના ભૂતપૂર્વ પ્રધાન પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિક ચિદમ્બરમને ચેન્નઇ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.

23 માર્ચ 2018 : કાર્તિને દિલ્હીની કોર્ટમાંથી જામીન મળ્યા હતા.

30 મેં 2018 : પી.ચિદમ્બરમે દિલ્હી કોર્ટમાં CBI દ્વારા દાખલ કરાયેલ કેસમાં આગોતર જામીન માંગ્યા હતા.

23 જુલાઇ 2018: તે ED દ્વારા દાખલ મની લોન્ડરીંગ કેસમાં આગોતરા જામીનને લઇને કોર્ટ પહોંચ્યાં

25 જુલાઇ 2018: કોર્ટે તેને આ બંને કેસમાં ધરકપડને લઇને વચગાળાના જામીન મંજૂર કર્યા હતા.

25 જાન્યુઆરી 2019: કોર્ટે બંને કેસમાં તેની આગોતરા જામીન પર પોતાનો નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો

11 જુલાઇ 2019: શીના બોરા હત્યા કેસમાં આરોપી અને INX મીડિયાને સંલગ્ન ઇંન્દ્રાણી મુખર્જી આ કેસમાં સરકારી સાક્ષી બન્યા હતા.

20 ઓગષ્ટ 2019: કોર્ટે પી.ચિદંબમની આગોતરા જામીન અરજીને નકારી હતી. કોર્ટે તેને સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં ત્રણ દિવસો સુધીના આદેશ પર રોક લગાવવાની તેની માગને નકારી હતી.

21 ઓગષ્ટ 2019 : પી.ચિદંબરમે કોર્ટના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. તેના વકીલોએ તે જ દિવસે આ કેસની સુનાવણીને લઇને લિસ્ટેડ કરવાની કોશિશ કરી હતી. પરંતુ, સુપ્રીમ કોર્ટે તાત્કાલીક સુનાવણીની મનાઇ ફરમાવી અને કેસને 23 ઓગષ્ટના રોજ સુનાવણીને લઇને લિસ્ટેડ રાખ્યો હતો.

22 ઓગષ્ટ 2019: પી.ચિદંબરમને દિલ્હીની કોર્ટમાં રજુ કર્યા હતાં જેમા તેને 4 દિવસ સુધી CBIની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details