આરસીઇપી એ વિશ્વના સૌથી મોટા મુક્ત વેપાર કરાર તરીકે 16 દેશોનું જૂથ છે. જેમાં દસ એશિયાન દેશોનો સમાવેશ થાય છે. આરસીઇપીમાં બ્રુનેઇ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ, વિયેટનામ, ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે.
આરસીઇપી માટે વાટાઘાટો એક દાયકા પહેલા શરૂ થઈ હતી, પણ ઘણાં દેશોમાં ખેડૂત સંગઠનો દ્વારા ઉભી થયેલી ચિંતાઓને કારણે તે ગોકળગાયની ગતિ પર હતી.
નિષ્ણાંતોના મતે આરસીઇપીને લીધે ભારતમાં ડેરી ઉદ્યોગ પર મોટી અસર જોવા મળશે. તેમની દલીલ છે કે ન્યૂઝીલેન્ડમાં ઉપલબ્ધ સસ્તી દૂધની બનાવટોથી ભારતીય ડેરી ઉત્પાદનોની માંગમાં ઘટાડો થશે.