નિષ્ણાતોનું માનવું છે કે, બિમલ જલાન સમિતિની ભલામણ હેઠળ સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાના RBIના તાજેતરના નિર્ણયને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. શુક્રવારે દેશના વિદેશી મૂડી ભંડારમાં સોનાની કિંમત 26.8 અબજ ડોલર હતી.
RBIએ નાણાકીય વર્ષ જૂન-જુલાઈમાં 1.15 અબજ ડોલરનું સોનું વેચ્યું - Reserve Bank of India
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ જૂન-જુલાઈ દરમિયાન અત્યાર સુધીમાં 1.15 અબજ ડોલરનું સોનું વેચ્યું છે. જ્યારે કેન્દ્રીય બેન્કે 5.1 અબજ ડોલરનું સોનું ખરીદ્યુ છે. ગત્ વર્ષે RBI દ્વાર કુલ 2 અબજ ડોલરનું સોનું વેચવામાં આવ્યું હતું. જેની સરખામણીએ ચાલુ બેન્કિંગ વર્ષમાં સોનાના વેચાણમાં વેગ આવ્યો છે.
RBI
વિશ્લેષકના જણાવ્યા પ્રમાણે, કેન્દ્રીય બેન્કે રિપોર્ટને અમલમાં લાવ્યા બાદ સક્રિયપણે વેપાર શરૂ કર્યો છે. જો કે, તાજેતરના આંકડા પ્રમાણે, RBI દ્વારા ઓગસ્ટના અંતમાં સોનાનો કુલ જથ્થો 198.7 લાખ Tri ounce હતો.