કોપોરેશન બેંકે શેરબજારને જણાવ્યું કે, રિઝર્વ બેંકે કોષના અંતિમ ઉપયોગમાં કેટલીક ખામીઓ અને એક દેવાદારના સંબંધમાં કેટલીક અન્ય બેંકની સાથે જાણકારી આદાન-પ્રદાન ન કરવા માટે 2 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. અલ્હાબાદ બેંક કહ્યું કે, ફરીથી આવું નહીં થાય, આનાથી બચવા માટે બેંકે જરૂરી પગલા લઇ લીધા છે. અલ્હાબાદ બેંકે વધુમાં કહ્યું કે, ફંડના અંતિમ ઉપયોગ પર દેખરેખ ન રાખવા સહિત અન્ય નિયમોના ઉલ્લંઘનને લઇને RBIએ અમને 1.5 કરોડનો દંડ ફટકાર્યો છે.
RBIએ અલ્હાબાદ બેંક અને કોપોરેશન બેંકને ફટકાર્યો 3.5 કરોડનો દંડ - Corporation Bank
નવી દિલ્હી: સાર્વજનિક ક્ષેત્રની અલ્હાબાદ બેંક અને કોપોરેશન બેંકને ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 3.5 કરોડ રૂપિયાના દંડ ફટકાર્યો છે. આ બંને બેંક પર ઘણા નિયમોના ઉલ્લંઘન કરવા પર દંડ ફટકારવામાં આવ્યો છે.
સ્પોટ ફોટો
અલ્હાબાદ બેંકે શુક્રવારે શેરબજારને જાણકારી આપી કે, રિઝર્વ બેંકે ફંડના અંતિંમ ઉપયોગ પર દેખરેખ ન રાખવા, વર્ગીકરણ તથા છેતરપિંડીની જાણકારી આપવામાં વિલંબ કરવા અને એક દેવાદારના ખાતાના RBIના દિશાનિર્દેશનું પાલન ન કરવાના કારણે આ દંડ લાગ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ અઠવાડિયાની શરૂઆતમાં RBIએ વિભિન્ન નિયમોના ઉલ્લંઘનમાં એક્સિસ બેંક, યૂકો બેંક અને સિંડિકેટ બેંક પર પણ દંડ ફટકાર્યો છે.