નવી દિલ્હી: દિલ્હી હોઈકોર્ટના જસ્ટિસ એસ.મુરલીધરની બદલી પર કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ભાજપના નેતાઓ બચાવ કરવાનો આરોપ લગાવ્ચો છે. કેન્દ્રીય કાયદા પ્રધાને આ મામલે કહ્યું કે, હાઈકોર્ટના જસ્ટિસની બદલી કૉલેજિયમની ભલામણના આધારે કરવામાં આવી છે. કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, મુરલીધરની બદલી ભારતના ચીફ જસ્ટિસની અધ્યક્ષતા વાળી સુપ્રીમ કોર્ટના કૉલેજિયમની ભલામણના આધારે કરવામાં આવી છે.
'જજ મુરલીધરની બદલી કૉલેજિયમની ભલામણને આધારે': રવિશંકર પ્રસાદ - દિલ્હી ન્યૂઝ
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ. મુરલીધરની બદલી પર કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ભાજપ નેતાઓને બચાવવાનો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હાઈકોર્ટના જસ્ટિસની બદલી કૉલેજિયમની ભલામણના આધારે કરવામાં આવી છે.
આ અંગે રવિશંકરે વધુમાં કહ્યું કે, જસ્ટિસ મુરલીધરની બદલી 12 ફેબ્રુઆરીની ભલામણના આધારે કરવામાં આવી છે. જસ્ટિસની બદલી કરતા સમયે સહમતિ લેવામાં આવી છે. સારી રીતે પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ટ્વીટ પર કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, જસ્ટિસ લોયાના ચુકાદાને સુપ્રીમ કોર્ટે સારી રીતે સાંભળ્યો છે. સવાલ ઉઠાવનાર લોકો પર વિસ્તૃત તર્ક બાદ કોર્ટના ચુકાદાનું સન્માન નથી કરતા. શું રાહુલ ગાંધી પોતાને સુપ્રીમ કોર્ટ કરતા ઉપર માને છે?
કોંગ્રેસે એક નિયમિત બદલીમાં રાજકારણ કરીને એકવાર ફરી કોર્ટના પ્રતિ ઓછા સન્માનનું પ્રદર્શન કર્યું છે. ભારતના લોકોએ કોંગ્રેસ પાર્ટીનો અસ્વીકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી હિંસા પર આદેશ આપનાર જસ્ટિસ એસ. મુરલીધરની બદલી કરી દેવામાં આવી હતી. તેમણે સરકારને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.