રવિશ કુમારે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતુ કે, પાકિસ્તાનની સરકારે ભારતના એ પ્રસ્તાવનો જવાબ નથી આપ્યો, જેમાં 9 નવેમ્બરે કરતાપુર જનારા ભારતીયોને ત્યાં કયા પ્રકારની સુરક્ષા આપવામાં આવશે, તેનો ઉલ્લેખ કર્યો હતો. પાકિસ્તાન તરફથી કરતારપુરમાં જનારા શ્રદ્ધાળુઓની યાદી અંગે ખુલાસો કરવાનો પણ બાકી છે.
ઉપરાંત બંને દેશ વચ્ચે કરારના સમયે પાકિસ્તાન દ્વારા આશ્વાસન અપાયું હતુ કે ભારત વિરોધી તત્વો અને પ્રચાર-પ્રસારની પરવાનગી નહીં અપાય. અમે માગ કરીએ છે કે તે આપત્તિજનક વીડિયોને હટાવી દેવાય જે પ્રસારિત કરવામાં આવી રહ્યો છે.