શનિવારે મુંબઈમાં NSOની ઉચ્ચ બેરોજગારી દરના અહેવાલ અને IMFની ભારતમાં મંદીના અહેવાલ પર ટિપ્પણી કરવા બદલ પ્રસાદની આકરી ટીકા થઈ હતી. રવિવારે જાહેર થયેલ એક નિવેદનમાં પ્રસાદે દાવો કર્યો છે કે, તેમના નિવેદનનો એક હિસ્સો મુદ્દાથી બહાર નીકળી ગયો હતો જેથી એક સંવેદનશીલ વ્યક્તિ હોવાથી હું આ ટીપ્પણીને પરત ખેંચુ છું. મુંબઈમાં શનિવારે કરવામાં આવેલ ટીપ્પણી જેવી કે, એક જ દિવસમાં 120 કરોડનો ધંધો કરનાર 3 ફિલ્મો વિશેનું નિવેદન હકીકતમાં સાચું હતું.
ચારે કોરથી ચૂંથાયા બાદ રવિશંકર બન્યા સંવેદનશીલ, મંદી અંગેનું નિવેદન પરત ખેંચ્યુ - Ravi Shankar Prasad remarks on economic slowdown
નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે રવિવારે દેશમાં આર્થિક મંદીનું પુનરાવર્તન સૂચવવા માટે ત્રણ ફિલ્મો દ્વારા એક દિવસમાં 120 કરોડ રૂપિયાના ધંધાનો હવાલો આપ્યો હોવાની ટિપ્પણી કરી હતી. જેને આજે પ્રસાદે પરત ખેંચી લીધી હતી.
સાથે જ તેમણે કહ્યું કે, મેં સરકાર દ્વારા આપણી અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે લીધેલા વિવિધ પગલાઓ વિશે પણ વિગતવાર સમજાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હંમેશાં સામાન્ય લોકોની સંવેદનશીલતાની કાળજી રાખે છે. મારી મીડિયા સાથેની વાતચીતનો સંપૂર્ણ વીડિયો સોશીયલ મીડિયા પર ઉપલબ્ધ છે. તેમ છતાં હું દિલગીર છું કે, મારા નિવેદનનો એક ભાગ સંપૂર્ણપણે સંદર્ભની બહાર ચાલ્યો ગયો હતો. જેથી એખ સંવેદનશીલ વ્યક્તિ હોવાથી હું આ ટિપ્પણીને પરત ખેંચુ છું.
પ્રસાદે શનિવારે કહ્યું હતું કે, 2 ઓક્ટોબરના દિવસે 120 કરોડનો ધંધો કરનાર ત્રણ બોલીવુડ ફિલ્મોનું કહી તેમણે સારી અર્થવ્યવસ્થાનું સૂચન આપ્યું હતું. તેમ જ તેમણે NSOના અહેવાલને પણ ખોટી ઠેરવી હતી, જેમાં 2017 માં 45 વર્ષની ઉચ્ચ બેરોજગારીના આંકડાઓ હતા. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે જણાવ્યું હતું કે, આ વર્ષે ભારત અને બ્રાઝિલમાં આર્થિક મંદી વધુ સ્પષ્ટ છે, જેના પર પ્રસાદે જણાવ્યું હતું કે, આ માહિતી અધુરી છે.