ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભોજપુરીમાં PM મોદીની બાયોપિક બનાવશે રવિ કિશન

નવી દિલ્હી: ગોરખપુરના પ્રખ્યાત ભોજપુરી અભિનેતા રવિ કિશને કહ્યું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભોજપુરીમાં પણ બાયોપિક બનાવશે કે જેથી ભોજપુરી બોલનાર સમાજ પણ મોદીના જીવન વિશે જાણી શકે.

રવિ કિશન

By

Published : May 12, 2019, 6:45 PM IST

આ સિવાય પણ તેઓએ કહ્યું કે, ચૂંટણી બાદ પણ તેઓ સ્વાની વિવેકાનંદ તેમજ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન પર પણ તેઓ ભોજપુરી ફિલ્મ બનાવવા માટે કામ શરૂ કરશે.

રવિ કિશને વધુમાં કહ્યું કે, એવું નથી કે રાજનીતિમાં આવ્યા બાદ તે ફિલ્મોમાંથી અલગ થઈ જશે. તેઓએ જણાવ્યું કે, તે ગોરખપુરમાં જ સ્ટુડિયો બનાવશે અને ફિલ્મોનું શૂટીંગ કરશે. રવિ કિશને કહ્યું કે, તેમના મગજમાં ભોજપુરી સિનેમાને લઈને કેટલીયે બાબતો રહેલી છે.

રવિ કિશને કહ્યું કે, તેઓ PMના જીવનથી ખુબ જ પ્રભાવિત થયા છે. 2014 માં જ્યારે મોદીએ શૌચાલયની વાત કરી ત્યારે મને ખબર પડી જે પ્રથમ વખત કોઈ વડાપ્રધાન શૌચાલય વિશે પણ વિચારી શકે છે.

જ્યારે રવિ કિશનને પૂછવામાં આવ્યું કે રાજનીતિને લઈને ગંભીર છે તો તેઓએ કહ્યું કે, મારે એન.ટી.રામા રાવ અને વિનોદ ખન્નાની જેમ એક લોકપ્રિય નેતા બનવું છે જે ફિલ્મોથી રાજનીતિમાં આવ્યા અને ખુબ જ ઈમાનદારીથી કામ કર્યું. જો મેં રાજનીતિને ગંભીરતાથી ન લીધું હોત તો આટલા સારા કરીયરને વચ્ચે જ છોડીને રાજનીતિમાં શા માટે આવેત...? તેમણે વધુમાં કહ્યુ કે, મારી ગંભીરતા જોઈને PM મોદી અને CM યોગી આદિત્યનાથએ મારા ઉપર તેમનો ભરોસો દેખાડ્યો છે

ABOUT THE AUTHOR

...view details