લખનઉ :સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા બાદ બૉલિવૂડમાં ડ્રગ્સ મામલો સામે આવ્યો છે. જેમાં દરરોજ નવા નવા ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ મુદ્દે ઉત્તરપ્રદેશના ગોરખપુરથી ભાજપના સાંસદ રવિ કિશને પણ સંસદમાં સવાલો ઉઠાવ્યો હતો.
ભાજપ સાંસદ રવિ કિશનને Y+ કેટેગરીની સુરક્ષા ટ્વીટ કરી આપી માહિતી - ગુજરાતીસમાચાર
ફિલ્મ અભિનેતા તેમજ ગોરખપુર લોકસભા બેઠકના ભાજપના સાંસદ રવિ કિશનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.સરકારે તેમને Y+ securityની સુરક્ષા આપી છે. આ જાણકારી રવિ કિશને ટ્વીટ કરીને આપી હતી.
ફિલ્મ અભિનેતા
ત્યારબાદ રવિ કિશન ખુબ ચર્ચામાં રહ્યા હતા. આ વચ્ચે રવિ કિશનને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. તેમણે ટ્વિટ કરી સમગ્ર માહિતી આપી હતી. તેમજ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો આભાર માન્યો હતો. રવિ કિશને ટ્વિટમાં લખ્યું કે, પૂજનીય મહારાજ જી, મારી સુરક્ષાને લઈ તમે જે Y+ કેટેગરીની સુરક્ષા આપી છે, તેના માટે મારા પરિવાર અને લોકસભા વિસ્તારની જનતા તમારો આભાર માને છે. મારો અવાજ હંમેશા સદનમાં ગુંજતો રહેશે.