નવી દિલ્હીઃ દેશમાં લોકડાઉન છે, ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, અલગ અલગ રાજ્યોને અત્યાર સુધી 4 લાખ 12,400 પીપીઈ કીટ મોકલવામાં આવી છે. જો કે, હજુ પણ સિંગાપુરથી 2 લાખ કીટ લાવવામાં આવશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 14,378 કોરોના પોઝિટિવ કેસ મળ્યાં છે. જેમાંથી 11,906ની સારવાર ચાલી રહી છે, જ્યારે 1991 સ્વસ્થ થઈ ચુક્યા છે. દેશમાં 480 લોકોના મોત થયાં છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની એક પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી. જેમાં બે પ્રકારની હાઈડ્રોક્સીક્લોરોક્વિન પર IIMSમાં રિસર્ચ ચાલી રહ્યું છે. એવું જણાવ્યું હતું.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાંનુસાર, હાઈડ્રોક્સીક્લોરોક્વીન પર રિસર્ચ ચાલી રહ્યું છે. શરીરમાં એન્ટીબોડી બનવામાં 7 દિવસ લાગે એમ છે. દેશમાં રહેલા કોરોના હોટ સ્પોટમાં 7 દિવસ કરતા વધુ તાવ વાળા લોકોનો રેપિડ ટેસ્ટ કરવામાં આવશે. નોન હોટ સ્પોટ પર પણ રેપિડ ટેસ્ટ કરાશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશના તમામ જિલ્લાના વહીવટી તંત્રને રેપિડ ટેસ્ટની માહિતી વેબસાઈટ પર અપલોડ કરવાનો આદેશ કરાયો છે. આજે મોટાભાગના કેસ કોરોના વોરિયર્સ સાથે સંકળાયેલા મળી આવ્યાં છે. 45 જિલ્લામાં 14 દિવસોથી કોઈ નવા કેસ સામે આવ્યાં નથી. આવી લડતમાં દેશના લોકો બ્લડ ડોનેશન માટે આગળ આવે.