‘પર્યાવરણ બચાવો, ઝાડ ઉગાડો‘ના સ્લોગન સાથે રથયાત્રામાં પર્યાવરણ બચાવવાનો મેસેજ અપાયો - Go green
ગાંધીનગર: રથયાત્રામાં દર વર્ષે ઠાકોરનું આકર્ષણ રહે છે. રથયાત્રામાં દર વર્ષે અલગ-અલગ મેસેજ આપવામાં આવે છે. જ્યારે આ વખતે રાજ્ય સરકાર દ્વારા ગો ગ્રીન એટલે કે "પર્યાવરણ બચાવો, ઝાડ ઉગાડો" તે અંગે ખાસ અભિયાન હાથ ધર્યું છે. ત્યારે 142મી ભગવાન જગન્નાથની રથયાત્રામાં પણ આ મેસેજને આગળ વધારવામાં આવ્યો હતો.
ગ્લોબલ વોર્મિંગને કારણે દેશ અને દુનિયામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ગરમીનું પ્રમાણ ઘટાડવા માટે તમામ દેશ દ્વારા પર્યાવરણ બચાવવાના ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ વખતની રથયાત્રામાં પણ પર્યાવરણને બચાવવા માટેનો એક ખાસ મેસેજ સાથે ટ્રક તૈયાર કરવામાં આવ્યો હતો. જે શરૂઆતથી જ લોકોમાં આકર્ષણ રીતે રહ્યો હતો સાથે જ જો વાત કરવામાં આવે તો, દર ચોમાસાની પહેલા અમદાવાદ કોર્પોરેશન દ્વારા હજારો જેટલા વૃક્ષો વાવવાનું અભિયાન શરૂ કરવામાં આવે છે. ત્યારે આ રીતે રથયાત્રામાં ટ્રકને જે પર્યાવરણની થીમ પર શણગારવામાં આવ્યો છે. તે અમદાવાદ કોર્પોરેશનની સરાહનીય કામગીરી ગણી શકાય.