મેષ : આજે આપને તાજગી અને સ્ફૂર્તિ જાળવવા માટે કામના પ્રમાણમાં આરામ અને પૌષ્ટિક ભોજન પર ધ્યાન આપવું. જો સ્વભાવમાં ક્રોધનું પ્રમાણ હોય તો તેના પર અંકુશ રાખવો અને સહકાર તેમજ આદરની ભાવના રાખવી જેથી તમારા કારણે કોઈને મનદુઃખ ના થાય. ઓફિસમાં અધિકારીઓ અને ઘરમાં કુટુંબીજનો સાથે વધુ પડતા દલીલબાજીમાં પડવાના બદલે તમે મૌન રહેશો તો વધુ ફાયદામાં રહો. કોઇ ધાર્મિક કાર્યમાં કે ધાર્મિક સ્થળે જવાનું થાય.
વૃષભ : વધુ પડતો કામનો બોજ અને ખાનપાનમાં બેદરકારીથી આપનું આરોગ્ય બગડી શકે છે માટે કામ અને આરામ બંનેને સંતુલિત રાખવા. સમયસર ભોજન લેવું અને પુરતી ઊંઘ લેવી જેથી કામમાં એકાગ્રતા વધારી શકો. પ્રવાસમાં વિધ્નોની શક્યતા હોવાથી જે શક્ય હોય તો પ્રવાસ ટાળવો. નિર્ધારિત સમયે કાર્યપૂર્ણ કરવા માટે પરિશ્રમ વધારવો પડશે. યોગ, ધ્યાન અને આધ્યાતિમક વાંચન રાહત આપશે.
મિથુન : મોજમજા મનોરંજનની પ્રવૃત્તિઓમાં આપને વધારે રસ પડશે. કુટુંબીજનો, મિત્રવર્તુળ કે પ્રિયપાત્ર સાથે બહાર હરવાફરવા જવાનું આયોજન થશે. જાહેર જીવનમાં માન પ્રતિષ્ઠાનો વધારો થશે. વિજાતીય પાત્રો સાથે આકર્ષણ વધે. પ્રણય પ્રસંગો માટેની પૂર્વભૂમિકા રચાય. જાહેર જીવનમાં માન સન્માનના અધિકારી બનશો. આપના હાથે દાન ધર્મ સખાવતનું કાર્ય થાય.
કર્ક: આજે આપની ચિંતાઓ દૂર થશે અને આપ ખુશી અનુભવી શકશો. પરિવારજનો સાથે સમય ગાળીને આનંદ મેળવી શકશો. આપને કામમાં સફળતા અને કિર્તી મળશે. નોકરીમાં લાભ મેળવી શકશો. સાથે કામ કરતા લોકોનો સહકાર મળી શકશે. સ્વાસ્થ્ય સારું રહેશે. હરીફો આપની સામે જીતી શકશે નહીં.
સિંહ : આજે આપ શારીરિક માનસિક સ્વસ્થતાથી કામ કરશો. સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં વિશેષ દિલચશ્તી રહેશે. સાહિત્ય કલાક્ષેત્રે કંઇક નવું સર્જન કરવાની પ્રેરણા મળે. પ્રેમીજનો પ્રિયપાત્ર સાથે મિલન મુલાકાત થાય. સંતાનોના શુભ સમાચાર મળે. ધાર્મિક કે પરોપકારનું કાર્ય આપના મનને આનંદ આપશો.
કન્યા : આપે થોડી મુશ્કેલ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. આપનું સ્વાસ્થ્ય થોડુ કથળે અને માનસિક અજંપો અનુભવાય. માતા સાથે આત્મીયતાપૂર્વક સંબંધો રાખવાની તેમજ તેમની જરૂરિયાતો પૂર્ણ કરવાની સલાહ છે. સંબંધીઓ સાથે ઉગ્ર દલીલો અને મતભેદો ટાળવા માટે બાંધછોડની નીતિ અપનાવવી પડશે. આપનું માન ઘવાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું અને અતિ માનની ઝંખના રાખવી નહીં. વાહન કે ઘરના ખરીદ-વેચાણ માટે હાલમાં થોડી રાહ જોવાની સલાહ છે. પાણીથી સાચવવું પડશે.