મેષ : આજે આપનું મન વિચારોના વંટોળથી ઘેરાયેલું રહેવાથી ઘણી વખત મોટો નિર્ણય લેવામાં પાછા પડશો જેથી મનોમન થોડી ઉદાસી આવી શકે છે. આવી સ્થિતિમાં વધારે પડતી સંવેદનશીલતા અને લાગણીશીલતા છોડીને વ્યવહારુ બનવાની સલાહ છે. આજે કોઇ સાથે વાદવિવાદમાં ન પડવું. સ્વજન સ્નેહીઓ સાથે મનદુ:ખ થાય તેવા કોઈપણ પ્રસંગોથી અથવા વર્તનથી દૂર રહેવું. આપના માન અને કિર્તીમાં વધારો થાય તેવી વધુ પડતી આશા રાખવી નહીં. નવા કામના પ્રારંભમાં સાવચેતીપૂર્વક આગળ વધજો. જીવનસાથીની તબિયતની વધુ કાળજી લેવાની સલાહ છે. સ્ત્રીમિત્રોથી નુકસાન થઈ શકે છે.
વૃષભ: આર્થિક આયોજનો શરૂઆતના થોડા અવરોધો બાદ પાર પડતાં લાગે. મિત્રો શુભેચ્છકોના મિલનથી આપને આનંદ થાય. વ્યવસાય ક્ષેત્રે સહકારભર્યું વાતાવરણ રહે. શારીરિક- માનસિક તંદુરસ્તી જળવાયેલી રહે. દોસ્તો, ભાઇભાંડુઓ અને પડોશીઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહે. રોકાણકારોએ સાવચેતીપૂર્વક રોકાણ કરવું. નવા કાર્યોની શરૂઆત કરી શકો.
મિથુન : આપની આજના દિવસની શરૂઆત તન- મનથી સ્વસ્થતા સાથે થશે. મિત્રો અને પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. વધારે ખર્ચ ન થઇ જાય તેનું ધ્યાન રાખશો. આર્થિક લાભ થાય. પરંતુ બપોર પછી નાણાકીય આયોજનો પહેલાં ખોરવાતાં અને પછી પાર પાડતા લાગે. મૂડીરોકાણ સંભાળીને કરવું. સહકર્મચારીઓનો સાથ સહકાર મેળવી શકશો.
કર્ક : આજે આપની નાણાંની આવક ઓછી અને ખર્ચ વધારે થશે. આંખોના દર્દથી હેરાનગતિ થાય. માનસિક ચિંતા રહે. વાણી અને વર્તનમાં સ્પષ્ટતા અને સૌમ્યતા રાખવી. કોઇ સાથે ગેરસમજ થઈ હોય તો અત્યારે શાંતિથી ચર્ચા કરીને તેનો ઉકેલ લાવી શકો છો. બપોર પછીથી આપની સમસ્યાના બદલાવ આવશે. આપને આર્થિક દૃષ્ટિએ લાભ થશે. શારીરિક માનસિક પરિસ્થિતિમાં પણ સુધારો થતો જણાશે. પરિવારનું વાતાવરણ પણ સારું રહેશે. મનમાંથી નકારાતમક લાગણીઓ દૂર કરવાની સલાહ આપવામાં આવે છે.
સિંહ: આજે સવારનો સમય ખૂબ સારી રીતે પસાર થશે. કુટુંબ- સમાજ મિત્રવર્તુળ અને નોકરી- વ્યવસાયના ક્ષેત્રે આપને આનંદ અને લાભના સમાચાર મળશે. આવકમાં વધારો થાય અથવા ધનલાભ થવાના સમાચાર મળે પરંતુ બપોર પછી આપની વાણી અને વર્તનના કારણે ગેરસમજ ઉભી થવાન સંભવ છે. અકસ્માતનો યોગ છે. માનસિક ચિંતા રહે. પરિવારજનો તેમજ પુત્ર સાથે મનદુ:ખ થવાની સંભાવના છે. શરીર બગડે.
કન્યા : આપની આજની સવાર ખુશખુશાલ અને લાભપ્રદ રહેશે. નોકરી- ધંધાના ક્ષેત્રે લાભ થાય. સામાજિક ક્ષેત્રે પણ આપની ખ્યાતિ વધે. ઉઘરાણીના નાણાં વસૂલી શકાય. સ્ત્રી- મિત્રોથી મુલાકાત થાય. પરિવારમાં પણ આનંદ રહે પરંતુ બપોર પછી પરિસ્થિતિમાં આપને પ્રતિકૂળતા વર્તાશે. આપનું પ્રફુલ્લિત મન થોડી અસ્વસ્થતા અનુભવશે. તબિયત પણ થોડીક નરમગરમ રહેશે. બોલવામાં તકેદારી રાખવી. ઇશ્વરનું નામ અને આધ્યાત્મિક વિચારો મનને શાંતિ આપશે.