થાઈલેન્ડથી દાણચોરી કરી લાવવમાં આવનાર કાંગારુ, ઉંદર અને ગરોળી જેવા વન્ય જીવોને ચેન્નઈ એરપોર્ટ પરથી ઝપ્ત કરવામાં આવ્યા છે. આ મામલે એક વ્યકતિની ધરપકડ કરવામાં આવી છે.
ચેન્નઈ એરપોર્ટ પર દુર્લભ વન્ય જીવો જપ્ત કરાયા - Chennai airport
ચેન્નઈ : ચેન્નઈ હવાઈ એરપોર્ટ પર કાંગારુ, ઉંદર અને ગરોળી જેવા દુર્લભ વન્ય જીવોની પ્રજાતિઓની દાણચોરી મામલે બેન્કૉકથી આવેલા 28 વર્ષીય વ્યકતિની ધરપકડ કરવામાં આવી છે.
કસ્ટમ્સ અધિકારીઓએ બાતમી મળ્યા બાદ એક 28 વર્ષીય વ્યક્તિને બેંગકોકથી તપાસ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તે વ્યક્તિએ અસંતોષકારક જવાબ આપ્યો હતો. ત્યારબાદ તેની સામાનની તપાસ કરવામાં આવી હતી અને તેની પાસેથી દુર્લભ પ્રાણીઓ મળી આવ્યા હતા.
કસ્ટમ્સ વિભાગે પ્રાણીઓની ઓળખ કરનારા વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને બોલાવ્યા હતા. જે મુજબ બેગમાંથી 12 કાંગારુ ઉંદરો, ત્રણ પ્રેરી કૂતરા મળી આવ્યા હતા. જે મૂળ ઉત્તરી અમેરિકામાં જોવા મળે છે. આ સિવાય મુસાફરના સામાનમાં લાલ ખિસકોલી અને પાંચ વાદળી ઇગુઆના ગરોળી પણ મળી આવી છે.