ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શિકાગોમાં રેપર ટ્રે સાવેજનું ગોળી વાગવાથી મોત - હોલિવૂડ મીડિયા રિપોર્ટ્સ

શિકાગોમાં રેપર ટ્રે સાવેજનું ગોળી વાગતા અવસાન થયું હતું. ત્યારબાદ તેને યુનિવર્સિટી ઓફ શિકાગો મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

શિકાગોમાં રેપર ટ્રે સાવેજનું ગોળી વાગવાથી થયુ મોત
શિકાગોમાં રેપર ટ્રે સાવેજનું ગોળી વાગવાથી થયુ મોત

By

Published : Jun 20, 2020, 7:23 PM IST

વોશિંગ્ટન: શિકાગોમાં રેપર ટ્રે સાવેજને શુક્રવારે ગોળી મારવામાં આવી હતી. જેથી તેનું મોત નિપજ્યું હતુ. તેની ઉંમર 26 વર્ષ હતી.

હોલિવૂડ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કૂક કાઉન્ટી કન્ટ્રી મેડિકલ એક્ઝામિનર ઓફિસના એક પ્રવક્તાએ તેના વિશેેની હિસ્ટ્રી જાણતા જાણવા મળ્યું હતું કે, સાવેજનું અસ્લી નામ કેન્ટ્રે યંગ હતુ. શુક્રવારે તેને ગોળી વાગતા તેનું મોત નિપજ્યું હતું.

શિકાગોના સ્થાનિક ન્યૂઝપેપરના જણાવ્યા અનુસાર 26 વર્ષીના રેપરને સવારે 11 વાગ્યાની આસપાસ ચાથમમાં તેની ગર્લફ્રેન્ડને છોડ્યા બાદ ગળા અને ખભાના ભાગે ગોળી વાગી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, "સાવેજને ગોળી લાગ્યા પછી પણ તે કાર ચલાવતો રહ્યો હતો. જ્યાં સુધી તેની કાર બ્રેક થઇ ત્યા સુધીમાં તે 3 વાહનોને ટક્કર મારી ચૂક્યો હતો." તેને યુનિવર્સિટી ઓફ શિકાગો મેડિકલ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.”

ABOUT THE AUTHOR

...view details