નવી દિલ્હી: બુધવારે મળેલી ઓથોરિટી મીટિંગનો ઉલ્લેખ કરતી વખતે જિલ્લા કલેક્ટર રાહુલસિંહે કહ્યું કે, હવે તેમને રેપિડ એન્ટિજન કીટ આપવામાં આવી રહી છે. CDMOનેે નિર્દેશ આપવામાં આવ્યો છે કે, જિલ્લાની તમામ ડિસ્પેન્સરીઓમાં ટેસ્ટિંગ માટેની સુવિધા રહેશે. કોઈ પણ કોરોના સંબંધિત સહાય માટે સંબંધિત તબીબી અધિકારીનો સંપર્ક કરવો પડશે અને જો જરૂરી હોય તો, તેમને ટેસ્ટિંગ માટે નજીકની લેબમાં મોકલવામાં આવશે.
દિલ્હીમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખતા દરરોજ 1000 કોરોના ટેસ્ટિંગનું લક્ષ્ય - દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી
રાજધાની દિલ્હીમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસને ધ્યાનમાં રાખીને, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અહીં કોરોના ટેસ્ટિંગમાં વધારો કરવા પર ભાર આપી રહી છે. આ ક્રમમાં, દક્ષિણ પશ્ચિમ જિલ્લામાં 44 દવાખાનાઓમાં કોરોના ટેસ્ટિંગની સુવિધા હશે. દરરોજ ઓછામાં ઓછા 1000 કોરોના ટેસ્ટિંગનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
દિલ્હીમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખતા, 1000 કોરોના ટેસ્ટિંગનું લક્ષ્ય
આ ઉપરાંત, કન્ટેનમેન્ટ ઝોનમાં પણ કડક વલણ અપનાવવાની વાત કરવામાં આવી છે. સામાન્ય લોકોને માહિતી પૂરી પાડવા અને દરેક સ્તરે વ્યવસ્થામાં સુધારો લાવવાનો દાવો કરવામાં આવ્યો છે.