નવી દિલ્હી: પૂર્વ સાંસદ અને ભાજપના નેતા સુરેન્દ્રસિંહ બરવાળાના પુત્ર પ્રશાંત બરવાળા પર દિલ્હીની એક મહિલાએ લગ્નની લાલચ આપીને તેના પર દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે.
દિલ્હી: ભાજપના નેતાના પુત્ર સામે દુષ્કર્મનો કેસ દાખલ - પૂર્વ સાંસદ
દિલ્હીના લક્ષ્મીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાની ફરિયાદના આધારે ભાજપના નેતા સુરેન્દ્રસિંહ બરવાળાના પુત્ર પ્રશાંત બરવાળા સામે દુષ્કર્મનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં બળાત્કારનો કેસ દાખલ
પીડિત મહિલાની ફરિયાદના આધારે લક્ષ્મીનગર પોલીસ મથકે પ્રશાંત બરવાળા સામે દુષ્કર્મ સહિતની વિવિધ કલમોમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ મહિલાએ પોલીસ પાસે તેની સુરક્ષાની પણ માંગણી કરી છે.