લખનઉઃ હાથરસ ઘટનાથી સમગ્ર દેશમાં રોષ ફેલાયેલો છે. આ ઘટનામાં પીડિતાના પરિવારને ન્યાય મળે એ સમગ્ર દેશ ઇચ્છી રહ્યું છે, ત્યારે ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે આ ઘટનામાં દીકરીઓને જ દોષી ગણાવી છે.
હાથરસ કેસઃ જો માતા-પિતા દીકરીઓને સારા સંસ્કાર આપે તો દુષ્કર્મના કેસો 'બંધ' થઈ શકે છેઃ સુરેન્દ્ર સિંહ - યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં અનુસૂચિત જાતિની યુવતી સાથે થયેલા સામુહિક દુષ્કર્મની ઘટનાથી દેશમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. આ મામલે વિપક્ષ ઉત્તર પ્રદેશ સરકારને ઘેરી રહી છે અને ન્યાયની માગ કરી રહી છે. આ વચ્ચે ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહનું ચોંકાવનારૂં નિવેદન સામે આવ્યું છે.
![હાથરસ કેસઃ જો માતા-પિતા દીકરીઓને સારા સંસ્કાર આપે તો દુષ્કર્મના કેસો 'બંધ' થઈ શકે છેઃ સુરેન્દ્ર સિંહ BJP MLA Surendra Singh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9041984-521-9041984-1601774142113.jpg)
BJP MLA Surendra Singh
સારા સંસ્કારોની મદદથી દુષ્કર્મની ઘટનાઓને રોકી શકાય છેઃ સુરેન્દ્ર સિંહ
હાથરસની ઘટના પર બલિયાથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે કહ્યું- સારા સંસ્કારોની મદદથી આવી ઘટનાઓને રોકી શકાય છે. આવી ઘટના શાસન અને તલવારથી અટકતી નથી. બધા માતા-પિતાએ પોતાની દીકરીઓને સારા સંસ્કારો અને શિક્ષા આપવી જોઇએ. સરકાર અને સંસ્કાર મળીને દેશને એક સુંદર રૂપ આપી શકાય છે.