રાજ્યના ઉન્નાવ જિલ્લામાં દુષ્કર્મના આરોપીઓએ પીડિતાને જીવતી સળગાવી હતી. જાણકારી અનુસાર યુવતી સાથે દુષ્કર્મમાં આરોપીઓ જેલ હવાલે હતા. જામીન પર છુટેલા આરોપીઓએ યુવતીને ખેતરમાં લઇ જઇ જીવતી સળગાવી હતી. પોલીસને જાણ થતા જ યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી.
...આખરે જિંદગી સામે જંગ હારી ગઈ ઉન્નાવ દુષ્કર્મ પીડિતા
લખનઉઃ ઉન્નાવ દુષ્કર્મ કેસની પીડિતાનું દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં રાત્રે 11:40 વાગ્યે અંતિમ શ્વાસ લીધા છે. પીડિતાને એરલિફ્ટ કરીને લખનઉથી દિલ્હી લાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં જામીન પર છૂટેલા સામુહિક દુષ્કર્મના આરોપીઓએ પીડિત યુવતીને જીવતી સળગાવી દીધી હતી
Unnao rap case
જો કે તે બાદ પીડિતાને લખનઉથી એરલિફ્ટ કરીને દિલ્હી લાવવામાં આવી છે. જ્યાં સફદરજંગ હોસ્પિટલમાં પીડિતાની સારવાર કરાઈ હતી. ઉન્નાવ પીડિતાને ગુરૂવારના રોજ મોડી સાંજે સાડા 6 વાગે લખનઉના અમૌસી એરપોર્ટથી એરલિફ્ટ કરાઈ હતી. દિલ્હીમાં પણ લખનઉની જેમ જ એરપોર્ટથી હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો પણ આખરે પીડિતા જિંદગીની જંગ હારી ગઈ હતી.
Last Updated : Dec 7, 2019, 1:57 AM IST