ઓડિશામાં રોડ અકસ્માત, 7ના મોત 30થી વધુ ઘાયલ - તપતાપાણી ઘાટ
ઓડિશામાં રોડ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા, તો 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. હાલમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ઓડિશામાં રોડ અકસ્માત, 7ના મોત 30 થી વધુ ઘાયલ
ગંજામ: ઓડિશામાં એક દુ: ખદ ઘટના બની છે. તપતાપાણી ઘાટ નજીક એક પુલ પરથી બસ નીચે ખાબકી હતી. જેમાં 7 લોકોના મોત નીપજ્યા હતા અને 30થી વધુ ઘાયલ થયા હતા. આ ઘટનાની જણા થતા સ્થાનિકોએ બચાવ કાર્ય શરૂ કર્યું હતું અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યાં હતાં. પોલીસ અને ફાયર સર્વિસના કર્મચારીઓ બચાવ કામગીરીમાં લાગેલા છે.