જમ્મુ કાશ્મીરમાં ટેમ્પો ખીણમાં ખાબકતા 7ના મોત, 25 ઘાયલ - રોડ અકસ્માત
શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના રજૌરી જિલ્લામાં એક ટેમ્પો ખીણમાં પડી જતા 7લોકોના મોત નિપજ્યા છે તો આ ઘટનામાં 25 લોકો ઘાયલ થયા છે.જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે,પુંછના શરદા શરીફ જઈ રહેલો ટેમ્પો 800 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.
જમ્મૂ કાશ્મીરમાં ટેમ્પો ખીણમાં ખાબકતા 7ના મોત
તેમણે વધુમાં જણાવ્યું કે, વાહન ચાલકે પોતાના સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત થયો હતો.આ ઘટનામાં 7 લોકોના મોત નિપજયા હતા, તો 25 લોકો ઘાયલ થયા હતા. આ સાથે જ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ 25 લોકોમાંથી 14 લોકોની હાલાત સામાન્ય છે.
Last Updated : Aug 25, 2019, 10:50 PM IST