ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના મુદ્દે સરકારના પગલાં ફળદાયી સાબિત થયા: KCR - કોવિડ-19

તેલંગણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવનું કહેવું છે કે, લોકડાઉનનું સખત રીતે પાલન કરવાથી રાજ્યમાં કોવિડ -19 ફેલાવાનું જોખમ ઘટાડી શકાય છે. રાજ્યમાં કોરોનાથી ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી KCRએ આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, સરકારના પગલાં ફળદાયી સાબિત થઈ રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો…

rao-hopes-covid-19-spread-may-see-a-decline-due-to-lockdown-containment-measures
કોરોના મુદ્દે સરકારના પગલાં ફળદાયી સાબિત થયાંઃ KCR

By

Published : Apr 23, 2020, 4:52 PM IST

હૈદરાબાદ: તેલંગણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવનું કહેવું છે કે, લોકડાઉનનું સખત રીતે પાલન કરવાથી રાજ્યમાં કોવિડ -19 ફેલાવાનું જોખમ ઘટાડી શકાય છે. રાજ્યમાં કોરોનાથી ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી KCRએ આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, સરકારના પગલાં ફળદાયી સાબિત થઈ રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો…

કે. ચંદ્રશેખર રાવે આશા વ્યક્ત કરી હતી કે, નવા કેસ સામે આવે ત્યારે લોકડાઉન નિયમોનું કડક પાલન અને પ્રતિબંધિત પગલાં અપનાવવાથી રાજ્યમાં કોવિડ-19 નો ફેલાવો ઓછો થઈ શકે છે. KCRએ ગુરુવારે જાહેર કરેલી એક સત્તાવાર રજૂઆતમાં જણાવ્યું હતું કે, બુધવારે માત્ર 15 કેસ નોંધાયા હતા. આગામી દિવસોમાં આ કેસોની સંખ્યામાં વધુ ઘટાડો થઈ શકે છે.

તેલંગણામાં કોરોનાની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. કોવિડ -19ની પરિસ્થિતિ અંગે મુખ્યપ્રધાને મોડી રાત સુધી એક સમીક્ષા બેઠક યોજી હતી. KCRએ તબીબી અધિકારીઓ સાથે વાત કર્યા બાદ કહ્યું કે, એવા સંકેત છે કે રાજ્યના તમામ ભાગોમાં વાઈરસનો ફેલાવો ઓછો થવાની સંભાવના છે. જેથી કહી શકાય કે સરકારના પગલાં ફળદાયી સાબિત થઈ રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details