સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદન પર ધમાસાણ, પક્ષ-વિપક્ષમાં નેતાનો વિરોધ - Rahul Gandhi
નવી દિલ્હીઃ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન 'મારું નામ રાહુલ સાવરકર નથી, હું માફી નહીં માગુ' પર ધમાસાણ શરૂ થયું છે. તેને લઇને કેટલાક લોકોની રાહુલ પ્રતિ આલોચના સામે આવી રહી છે.

સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદન પર ધમાસાણ
વીર સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે કહ્યું કે, કોઇ પણને વીર સાવરકર માટે આવી વાતો કરવી જોઇએ નહીં. તેમણે કહ્યું કે, સરકારે રાહુલ ગાંધી વિરૂદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવી જોઇએ.